GCCI ખાતે  કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ સાથે “સંવાદ – વિકસિત ભારત @ 2047″નું આયોજન

Spread the love

દરેક બજેટ આપણને “આત્મા નિર્ભર ભારત” અને “વિકસીત ભારત”ના ધ્યેયની નજીક લઈ જાય છે : કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ

અમદાવાદ

GCCI એ કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન સાથે WIRC ઓફ ICAI અમદાવાદ ચેપ્ટર સાથે સંયુક્ત રીતે તારીખ 20મી એપ્રિલ, 2024ના રોજ “સંવાદ – વિકસિત ભારત @ 2047* વિષય પર એક વાર્તાલાપનું આયોજન કર્યું હતું.આ પ્રસંગે સ્વાગત પ્રવચનમાં જીસીસીઆઈના પ્રમુખ  અજય પટેલે કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી દ્વારા રજૂ કરાયેલ -6- કેન્દ્રીય બજેટની રેકોર્ડ સંખ્યાનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ ઉમેર્યું હતું કે  કેન્દ્રીય નાણામંત્રી દ્વારા પ્રસ્તુત દરેક બજેટ આપણને “આત્મા નિર્ભર ભારત” અને “વિકસીત ભારત”ના ધ્યેયની નજીક લઈ જાય છે. તેમણે નોંધ લીધી હતી કે દરેક બજેટ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સબ કા સાથ સબ કા વિકાસ”ના મિશન પ્રત્યેની પ્રતિબદ્ધતા અને “મેક ઈન ઈન્ડિયા” સાથે ‘કૌશલ્ય આધારિત ભારત* તરફના તેઓના અભિગમને પ્રતિબિંબિત કરે છે. તેમણે સ્ટાર્ટ અપ અને MSME ને રોજગારી પેદા કરવા અને ભારતને ” ફેક્ટરી ઓફ ધ વર્લ્ડ” બનાવવા માટે આપવામાં આવેલા ઘણા પ્રોત્સાહનો વિશે વાત કરી હતી. તેઓએ MSME વ્યવસાયોને ટેકો આપવા માટે કોવિડ’19 પેન્ડેમિક દરમિયાન શરૂ કરવામાં આવેલી ECLGS યોજના વિશે પણ વાત કરી હતી તેમજ કેન્દ્રીય સરકારશ્રી દ્વારા લેવામાં આવેલ ગ્રીન ગ્રોથ, ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, રિસર્ચ અને ડેવલપમેન્ટ વગેરેને પ્રોત્સાહન આપતા પગલા તેમજ સ્ટાર્ટ-અપ્સ અને MSMEsને પુરા પાડવામાં આવેલ પ્રોત્સાહન અને કૃષિ વૃદ્ધિ અને ખેડૂતોના કલ્યાણની ખાતરી અને પગારદાર મધ્યમ વર્ગને રાહત આપવા માટેની સરકારની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી.ICAIની તત્કાલીન પૂર્વ પ્રમુખ CA અનિકેત તલાટીએ તેમના સંબોધનમાં પ્રકાશ પાડ્યો કે અમદાવાદ શાખા દેશની બીજી સૌથી મોટી CA શાખા તરીકેનું ગૌરવ ધરાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા મંજૂર કરાયેલ નવો અભ્યાસક્રમે અસાધારણ ગુણવત્તા માટે વ્યાપક પ્રશંસા મેળવી છે.

તેમના મુખ્ય વક્તવ્યમાં માનનીય કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમને 2047 સુધીમાં “વિકસીત ભારત”ને સાકાર કરવાની સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી. તેમણે માનનીય પ્રધાનમંત્રીના કાર્યકાળ શરૂ થયો તે પહેલા બે આંકડાનો ફુગાવો અને વિદેશમાં જતા વ્યવસાયો જેવા ભૂતકાળના પડકારોની નોંધ લેતા ભારતના આર્થિક પરિવર્તન વિષે ચર્ચા કરી હતી કે, નિર્ણાયક પગલાં અને સંયુક્ત પ્રયાસોએ અર્થતંત્રને તેની વર્તમાન મજબૂત સ્થિતિમાં પહોંચાડયું છે. RBI હવે ટ્વીન બેલેન્સ શીટ સમસ્યાને એક લાભ તરીકે જુએ છે, જે અસરકારક સરકારી પગલાંને પ્રતિબિંબિત કરે છે. COVID-19 પૅન્ડેમિકના પગલે, ભારતીય બેંકોએ તેમના વૈશ્વિક સમકક્ષોથી વિપરીત સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. સફળ બેંકિંગ ઠરાવો અને વિલીનીકરણ ભારતની નાણાકીય શક્તિ દર્શાવે છે. વધુમાં, MSME, અવકાશ અને કોલસા જેવા પુનર્જીવિત ક્ષેત્રો ભારતના ઉત્પાદન-કેન્દ્રિત આર્થિક દ્રષ્ટિ સાથે સંરેખિત છે. રોકાણને આકર્ષવામાં અને PLI જેવી પ્રગતિશીલ નીતિઓને આગળ વધારવામાં ગુજરાતની મહત્ત્વની ભૂમિકા સ્પષ્ટ છે અને કાપડ, સેમિકન્ડક્ટર્સ, કેમિકલ્સ અને એરોસ્પેસમાં તેની સફળતા તેની વૈશ્વિક આર્થિક ક્ષમતાને પ્રકાશિત કરે છે તેવું તેઓએ જણાવ્યું હતું. તેઓએ ગુજરાત રાજ્યની પ્રશંસામાં વધુમાં જણાવ્યું હતું કે 5% વસ્તી ધરાવતું રાજ્ય નેશનલ જીડીપીમાં 8.3% થી વધુ યોગદાન આપે છે.GCCIના માનદ મંત્રી – રિજિયોનલ શ્રી પ્રશાંત પટેલે ઇન્ટરેક્ટિવ સત્રનું સંચાલન કર્યું હતું.GCCIના માનદ મંત્રી શ્રી અપૂર્વ શાહ દ્વારા આભાર વિધિ પછી કાર્યકર્મનું સમાપન કવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com