હું સરકારી નોકરી કરતો હતો, હવે ગધેડાંનું ફાર્મહાઉસ શરુ કર્યું, મહિને 2 થી 3 લાખ રૂપિયા કમાણી છે…..

Spread the love

ગાય-ભેંસ, ઘોડાનું ફાર્મ હાઉસ તો સામાન્ય વાત છે પરંતુ પ્રાણીઓમાં જેની સૌથી વધારે ઠેકડી ઉડાવાય છે તે ગધેડાનો પણ ગુજરાતના એક યુવાને ઉપયોગ કરી જાણ્યો છે. ગધેડાને પણ ‘મૂર્ખ પ્રાણી’ કહીને મજાક ઉડાવાતી હોય પરંતુ તેના જેવું બુદ્ધિશાળી એકેય પ્રાણી નથી, સાથે વફાદાર પણ એટલું જ છે.

ગુજરાતના પાટણના ધીરેન સોલંકી નામના યુવાને પોતાના ગામમાં 42 ગધેડાઓ સાથેનું એક ફાર્મહાઉસ ઊભું કર્યું છે અને ભારતના દક્ષિણ રાજ્યોને ગધેડીનું દૂધ વેચી રહ્યાં છે અને ગધેડીનું દૂધ વેચીને મહિને 2-3 લાખ રુપિયા કમાઈ રહ્યાં છે. તેઓ ઓનલાઈન 5 હજાર લીટરમાં ઓનલાઈન દૂધ પણ વેચી રહ્યાં છે.

ધીરેન સોલંકી કહે છે કે હું સરકારી નોકરી કરતો હતો, મને કેટલીક ખાનગી નોકરી મળી હતી અને મારા કુટુંબનો ખર્ચો માંડ નીકળતો હતો આ સમય દરમિયાન મને દક્ષિણ ભારતમાં ગધેડાના ઉછેરની ખબર પડી અને ત્યાર બાદ હું કેટલાક લોકોને મળ્યો હતો અને પછી 8 મહિના બાીદ મે મારા ગામમાં ગધેડાંનું ફાર્મહાઉસ શરુ કર્યું હતું. તે વખતે 20 ગધેડાઓ સાથે 22 લાખના રોકાણથી ફાર્મહાઉસ શરુ કર્યું હતું. તેમણે કહ્યું કે શરૂઆત અઘરી હતી. ગુજરાતમાં ગધેડાના દૂધની ભાગ્યે જ કોઈ માંગ છે. શરુ શરુઆના પાંચ મહિનામાં ખાસ કંઈ કમાણી થઈ નહોતી પરંતુ ત્યા બાદ દક્ષિણ ભારતની કંપનીઓ સુધી પહોંચવાનું શરુ કર્યું હતું, કારણ કે દક્ષિણના રાજ્યોમાં ગધેડાના દૂધની ઘણી મોટી માગ છે. હાલમાં અમે કર્ણાટક અને કેરળમાં ગધેડીનું દૂધ પહોંચાડી રહ્યાં છીએ. અમારા ગ્રાહકોમાં કોસ્મેટિક કંપનીઓ પણ છે જે તેમના ઉત્પાદનોમાં ગધેડાના દૂધનો ઉપયોગ કરે છે.

ગધેડીના દૂધના ભાવ વિશે પૂછવામાં આવતાં ધીરેન સોલંકીએ કહ્યું કે ગધેડીનો દૂધનો ભાવ લીટરે 5,000 થી 7000ની વચ્ચે હોય છે. દૂધ તાજુ રહે એ માટે તેને ફ્રિઝરમાં સંગ્રહવામાં આવે છે. ગધેડીના દૂધનો પાવડર પણ વેચવામાં આવે છે જેનો એક કિલોનો ભાવ એક લાખ સુધી જાય છે.

ધીરેન સોલંકીના ફાર્મહાઉસમાં હાલમાં 42 ગધેડાં છે અને તેમણે અત્યાર સુધી 38 લાખનું રોકાણ કર્યું છે. તેમનું કહેવું છે કે તેમણે અત્યાર સુધી રાજ્ય સરકાર પાસેથી કોઈ મદદ નથી લીધી.

પ્રાચીન સમયમાં ગધેડીના દૂધનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હતો, કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા ગધેડીના દૂધમાં સ્નાન કરતી હતી. મેડિકલ સાયન્સના જનક ગણાતાં ગ્રીક ચિકિત્સક હિપ્પોક્રેટ્સે યકૃતની સમસ્યાઓ, નાકમાંથી લોહી નીકળવું, ઝેર, ચેપી રોગો અને તાવ માટે ગધેડાનું દૂધ સૂચવ્યું હોવાનું જાણવા મળે છે. તેના ઘણા ફાયદાઓ હોવા છતાં, આધુનિક યુગમાં ગધેડીના દૂધના વ્યાપમાં ઘટાડો જોવા મળ્યો હતો, તે પહેલાં વૈજ્ઞાનિકોએ તેની સંભવિતતાને ફરીથી શોધી કાઢી હતી. અમેરિકાની નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના એક અહેવાલ મુજબ ગધેડીનું દૂધ ગાયના દૂધ જેવું છે અને નવજાત શિશુ માટે ઉત્તમ આહાર પણ છે.

ગધેડીના દૂધના ફાયદા ગધેડીનું દૂધ હેલ્થ માટે ખુબ ફાયદાકારક છે તેનાથી આંતરડા સારા રહે છે તે ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ વધારવાના કામમાં પણ આવે છે અને એન્ટિ-ડાયાબિટીક ગુણોથી ભરપૂર છે. ગધેડીના દૂધમાં ઉચ્ચ શેલ્ફ લાઇફ હોવાનું પણ જાણીતું છે કારણ કે તેમાં દૂધના અન્ય સ્વરૂપોમાં જોવા મળતા ઘણા પેથોજેન્સ શામેલ નથી.ગધેડીના દૂધનો ભાવ ગાય-ભેંસના દૂધના ભાવ કરતાં 70 ગણો વધુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *