વધુ એક પોલીસકર્મી લાંચ લેતા ઝડપાઇ ગયા છે. ફરિયાદી વિરુધ્ધમાં સી.આઇ.ડી ક્રાઇમ સુરત ઝોન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જેની તપાસ આરોપી જગદીશ તુલસીભાઇ ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેકટર, સી.આઇ.ડી. ક્રાઇમની કચેરી, ગાંધીનગર કરતા હતા. ગુનાના કામે ફરિયાદીનીનું કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ ફોન કબ્જે કરવામાં આવેલા, જે મુદ્દામાલ છોડાવવાના અવેજ પેટે આરોપીએ રૂ.50,000 લાંચની માંગણી કરી હતી.
જે પૈકી ફરિયાદી પાસેથી રૂ.10,000 લઈ લીધા હતા, બાકીના રૂ. 40,000 ની માંગણી થઇ રહી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ સ્વીકારી હતી, સહયોગ સંકુલના પાર્કીંગમાં સેક્ટર-1, ગાંધીનગરમાં જ લાંંચ લેતા ઝડપાયા હતા.