45 વર્ષની મહિલા પર હુમલો કરી કાર વચ્ચે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો, જુઓ વિડીયો….

Spread the love

અમેરિકામાં 1લી મેનાં રોજ એવી ઘટના ઘટી જેણે જોઈને દરેક લોકોને અરેરાટી થઈ જાય. આ ઘટના છે ન્યૂયોર્ક શહેરની. રસ્તા પર એક 45 વર્ષની મહિલા પર ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે, જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ, આ ઘટના 1લી મેનાં રોજ સવાર 3 વાગ્યાની આસપાસની છે.

જ્યારે એક બુકાનીધારી વ્યક્તિ પીડિતાનો પીછો કરે છે, જે ઈસ્ટ 152મી સ્ટ્રીટ અને થર્ડ એવેન્યૂમાં ફુટપાથ પર ચાલી રહી હતી. પીડિતાને ખ્યાલ નથી કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે. થોડીવાર ચાલ્યા બાદ સફેદ કપડાંથી ચહેરો છુપાવનાર શખ્સે બેલ્ટથી ફંદો બનાવે છે અને મહિલાના ગળામાં ભરાવી તેણે ખેંચે છે.

મહિલા પર ઓચિંતા જ હુમલો થતાં તે જમીન પર પડી જાય છે તેમ છતાં તે વ્યક્તિ તેણે ખેંચે છે. તે મહિલાને જ્યાં સુધી બેભાન ન થઈ ગઈ ત્યાં સુધી તે તેને ઘસડતો રહે છે. જે બાદ તે બેભાન થયેલી મહિલાને બે કારની વચ્ચે ઘસડીને લઈ જતો દેખાય છે. જ્યાં તે મહિલા સાથે રેપ કરે છે. આ ઘટના બાદ હુમલાખોર ભાગી જાય છે. હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે.

અત્યાર સુધી મળેલા રિપોર્ટ મુજબ NYPDની વિશેષ પીડિત ટીમ આ હિંસક યૌન હુમલાની સક્રિય રીતે તપાસ કરી રહી છે. જો કે પીડિતાએ તપાસમાં ભાગ લેવાનું બંધ કરી દીધું છે.

ન્યૂયોર્ક પોલીસ હજુ પણ તે વ્યક્તિને શોધી રહી છે અને હુમલાખોરની વિગત જારી કરી છે. તેણે તે વ્યક્તિને 5 ફુટ 9 ઈંચની ઉંચાઈ જણાવી છે જેણે જીએપી સ્વેટશર્ટ, સફેદ પેન્ટ અને કાળા-લાલ-સફેદ સ્નીકર્સ પહેર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *