કેનેડામાં અંતિમ ક્રિયાનો ખર્ચ અત્યતં વધી ગયો છે. રૂપિયાના હિસાબે ગણતાં તે ખર્ચ રૂ. ૨૭ થી ૩૦ લાખ સુધી પહોંચી જાય છે. તેથી કેનેડાના કેટલાક પ્રદેશોમાં તો કુટુમ્બીજનો શબને કબ્રસ્તાન પાસે મુકી ચાલ્યાં જાય છે. તેથી મ્યુનિસીપલ કર્મચારીઓને શબની દફનવિધિ હાથ ધરવી પડે છે. ટોરેન્ટો જેવા મોટા શહેરોમાં આવેલા કબ્રસ્તાનોમાં કબર માટેની જગ્યાનો ભાવ આસમાને પહોંચી ગયા છે.
આથી અંતિમ ક્રિયાનો ખર્ચ જે ૧૯૯૮માં ૬૦૦૦ ડોલર હતો તે ૮૮૦૦ ડોલર પહોંચ્યો છે. જે પિયાના સંદર્ભમાં જોઈએ તો ૨૭-૩૦ લાખ જેટલો થવા જાય છે. આથી મૃતકનાં કુટુમ્બીજનો કબ્રસ્તાન પાસે મૃતદેહને મુકીને ચાલ્યાં જાય છે.
કેનેડાના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંત ઓન્ટોરિયોમાં આવા ‘બિનવારસી’ મૃતદેહોની સંખ્યા જે ૨૦૧૩માં ૨૪૨ હતી તે ૨૦૨૩માં વધીને ૧૧૮૩ થઈ હતી. તેમ પ્રાંતના ચીફ કોરોનર ડર્ક હયુરે જણાવ્યું હતું. ટકાવારીમાં આ ખર્ચનો વધારો જોઈએ તો તે ૨૦૨૨માં ૨૦ ટકા જેટલો થયો હતો. યારે ૨૦૨૩માં તે વધીને ૨૪ ટકા રહ્યો.
ઓન્ટોરિયોમાં કોઈપણ મૃતદેહ ૨૪ કલાક પછી ‘લાવારિસ’ ગણાય છે છતાં અધિકારીઓ એક સાહ સુધી મૃતકના સગાને શોધે છે. દરમિયાન સ્થાનિક મ્યુનિસીપાલિટી તે મૃતદેહની સાદી દફનવિધિ કરી નાખે છે.
ઘણીવાર મૃતદેહને ‘મોર્ગ’ (શબ-ઘર)માં મ્યુનિસીપાલિટી કે કુટુમ્બીજનો પણ મુકાવી દે છે. પછી જર પૂરતી રકમ ભેગી કરી કુટુમ્બીજનો તેમના પ્રિયજનના મૃતદેહની દફનવિધિ કરે છે. તેમ ટોરેન્ટો સ્થિત ફયુનરલ હોન ‘મેકકીનોન એન્ડ બોવઝ’ના માલિક એલન કોલે જણાવ્યું હતું.
કવીબેકમાં ૨૦૧૩માં ૬૬ લાવારિસ મૃતદેહો હતા જે સંખ્યા ૨૦૨૩માં વધીને ૧૮૩ પહોંચી હતી. અમેરિકામાં પણ અંતિમ ક્રિયાનો ખર્ચ ઘણો મોંઘો છે. અમેરિકામાં ‘ફયુનરલ હોમ’માં રેફ્રીજરેશન ફેઇલ થતાં ૧૧૫ મૃતદેહો સડી ગયા હતા અને મોર્ગ દુગધથી ભરાઈ ગયું હતું. આવી ઘટનાઓ ઉપરથી કહી શકાય કે ભારતમાં મૃતદેહના અિ સંસ્કાર કરવાની ધાર્મિક ક્રિયા જ શ્રે છે.