ગુજરાતમાં 24 વર્ષથી સતત એક તારી આગેકૂચ સાથે ભારતીય જનતા પાર્ટી સત્તા ભોગવી રહી છે ત્યારે પાર્ટી પક્ષ ઉપર અતૂટ વિશ્વાસ પ્રજાનો અકબંધ રહ્યો છે ત્યારે પાર્ટીની ડોર યુવાનોને આપતા ઘણીવાર યુવાનો સત્તામાં મદહોશ થઇ જાય છે અને છાકટા બની જાય ત્યારે સિનિયર ઓ કાન આમળતા હોય છે. ત્યારે ગાંધીનગર શહેરમાં શહેર સંગઠન મજબૂત બનાવવાની જરૂર છે. આજે ભાજપ પાસે જુના અને વર્ષોજૂના કાર્યકરો ની સંખ્યા છે પણ પાંચ થી દસ વર્ષ માટે નવા યુવાનો આવ્યા હોય અને છેલ્લા પાંચ વર્ષમાં નવા કાર્યકરોની સંખ્યા ગણવા માં આવે તો તે ખૂબ જ ઓછી છે ત્યારે ભાજપ નો ગ્રાફ નીચે જઇ રહ્યો છે. અત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા ની આવનારી ચૂંટણીમાં મોટાભાગના નગરસેવકો બનવા વાઘા સીવડાવીને તૈયાર થઈ ગયા છે જે વોર્ડ પ્રમુખ હતા પહેલા તેમણે કોઈ પોસ્ટ નહીં લઈને પોતાના માટે જ્યારે ટિકિટની ફાળવણી થાય ત્યારે તેણે પોતાના લાડકા કહયાગ્રા વોર્ડ પ્રમુખ બનાવ્યા છે તેમનો કક્કો વાંચવાનો, અને તેમના ગીત ગાવાના. જે કમિટી હોય તેમાં પોતાના જ નામની ભલામણ કરવામાં આવે તે માટે પહેલેથી જ તખ્તો ગોઠવી દીધો છે ત્યારે પ્રદેશના અને બીજા આવનારા કમિટીના સભ્યોની કશી ખબર નથી પડતી હોય તેવું વિચારીને પોતાની ટિકિટ કન્ફર્મ કરાવવા બોર્ડમાં પૂછવામાં આવે તો હા નનૈયોનું સર્ટિફિકેટ મળી જાય એટલે બસ બાકી ચૂંટાશે એની ગેરંટી કોની ?
ગાંધીનગર શહેરમાં ભાજપમાં ચાલતો જાહેરમાં કકળાટ હવે જોવાઈ રહ્યો છે શહેર પ્રમુખ પોતે ડેપ્યૂટી મુખ્યમંત્રીની નીતીનભાઇ પટેલ તથા કૌશિક ભાઈ ને ત્યાં કોથળા ભરીને ફરિયાદોની ટપાલો આપવા જાય છે તો ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલને ત્યાં જતા પહેલા લિફ્ટ ની પાસે બીજા માળે રાજ્ય સરકારની યોજનાઓની પુસ્તિકાઓ લગાવી છે તો આ ફરિયાદોના કોથળા ખભે ઊંચકીને ફર્યા કરતા રાજ્ય સરકારની યોજનાઓ ની પુસ્તિકા જે તમામ છેવાડાના માનવી સુધી પહોંચે અને સેક્ટરોમાં રહેતા તમામ ના ઘર સુધી પહોંચે તે કરવાની જરૂર છે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પોતે સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે મંત્રીઓને પણ તેમના મત વિસ્તારમાં આ ચોપડીઓ વહેંચવાના આદેશ કરેલા છે ત્યારે શહેર પ્રમુખ મહેન્દ્ર દાસ દ્વારા આ પુસ્તકો લોકોના ઘર સુધી પહોંચે અને લોકોને યોજનાઓની જાણકારી મળે તે જરૂરી છે ગાંધીનગર મહાનગરપાલિકામાં આજદિન સુધી પ્રજાએ ભાજપને સ્પષ્ટ બહુમતી આપી નથી અને તોડફોડની રાજનીતિથી સત્તાના સૂત્રો સંભાળ્યા છે. ત્યારે દસ વર્ષના ગાળામાં શહેર ભાજપ નબળું હતું અને હાલ શહેરમાં ખૂબ જ નબળું થઈ રહ્યું છે ત્યારે કોરોના નો કકળાટ તો હજુ ગયો નથી અને દવા તથા વેક્સિન શોધાઇ નથી ત્યારે ભાજપ ના રોજ ના કજિયા અને સાંજે ભજીયા બંધ કરીને આ કાળો કકળાટ કાળી ચૌદશે ચાર રસ્તે મૂકી આવો અને ગાંધીનગરમાં ભાજપ મજબૂત બને, નવા કાર્યકરો જોડાય તે માટે જરૂરી છે બાકી વાંઘા સિવડાવી ને પૈસા અને પોતે જ નગરસેવક તરીકે ના ઉમેદવારો હોય તેમ અત્યારથી જ જે સોગઠા ગોઠવાઈ ગયા છે તેમાં પણ પ્રદેશની નેતાગીરી તમારા કરતાં ચાર ગણી આગળ ચાલી રહી છે ત્યારે ઇલેક્શનમાં ટિકિટ મેળવવા સેન્સ લેવામાં આવે તો વોર્ડના પ્રમુખોના સેટિંગ ડોટ કોઇ કામ આવવાના નથી.. ભાજપ પ્રદેશ કક્ષાએ કોને ટિકિટ આપવી તે ખૂબ જ ચકાસણી કરે છે ત્યારે ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્ર દાસે આપેલી નોટિસનું તો સુરસુરિયું થઇ ગયું પણ ભાજપમાં બે ગ્રુપના પડેલા ભાગલા તેમાં એક ગ્રુપે 555 નો ફટાકડો ફોડયો છે તે 555 ના ફટાકડા નો ધુમાડો એટલો ફેલાયેલો કે અત્યારે શહેરમાં આ વિષય ઉપર જ ચર્ચા ચાલી રહી છે ત્યારે ફટાકડા 555 ગ્રુપ હવે નવું લક્ષ્મી બોમ્બ ટૂંક જ દિવસમાં બહાર પાડવાની છે. આ લક્ષ્મી બોમ્બ ફૂટે તો ભારે અવાજ અને ધુમાડા કાઢે ત્યારે ફટાકડાના 555 ગ્રુપ જો લક્ષ્મી બોમ ફોડે છે તો 555 કરતાં વધારે આનો ધડાકો અને તડાકો વધારે હશે. ત્યારે હવે આ વિજયાદશમી પહેલા 555 તો ફોડ્યો અને દિવાળી પહેલાં લક્ષ્મી બોમ ફોડે છે કે સુતળી બોમ્બ તે હવે ભાજપનું ભાજપ -2 ગ્રુપ એવું 555 ફટાકડા ગ્રુપ નક્કી કરશે ત્યારે આ બોમ્બ ફોડવાની તડામાર તૈયારીઓ સાથે સુરેન્દ્રનગર થી અગાઉનો રેકોર્ડ પણ મંગાવ્યો છે અને અગાઉ પણ જેલમાં કોણ ગયું હતું? અને કયા જમીન પ્રકરણમાં જામીન મળ્યા હતા? અને હાલ જમીન પ્રકરણનો કેસ ઊભો છે કે કેમ ? તેની નકલો, એફ.આઈ.આર ની નકલોનો તમામ પૂરજા મંગાવી લીધા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ભાજપના શહેર પ્રમુખ મહેન્દ્ર દાસ પટેલ જે ભાજપના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનુ પટેલ, પૂર્વ શહેર પ્રમુખ નગર સેવક કાર્તિક પટેલ, જીલ્લા શહેર પ્રમુખ તથા નગરસેવક નીતિન પટેલ, પ્રવિણાબેન દરજી, પ્રીતિબેન દવે, પાર્વતીબેન પરમાર ને જે નોટિસ આપી ત્યારબાદ ગાંધીનગર શહેર ભાજપમાં રોજબરોજ ફટાકડા ફૂટે છે ત્યારે હવે ભાજપ સંગઠન મજબૂત કરીને આ કાળો કકળાટ ચાર રસ્તે મૂકી આવવાની જરૂર છે. બાકી મનુ મોગેમ્બો અને શહેર પ્રમુખ દાસની આ લડાઈ કાળો કકળાટ ભાજપને ભારે નુકશાન થઇ રહ્યું છે જોવા જઈએ તો શહેર પ્રમુખ નું કામ પાર્ટી અને પક્ષની મજબુત કરવાનું અને જે નગર સેવકો, હોદ્દેદારો કામ ન કરતા હોય, પ્રજાના પ્રશ્નોને વંચા ન આપતા હોય તો તે સાંભળવાનું છે. સૂચના આપવાનું અને પ્રજાના પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનું છે. ત્યારે દસ વર્ષના ગાળામાં ગાંધીનગર મનપા દ્વારા થયેલા કામો પ્રજા સુધી કેમ લઈ જવામાં આવ્યા નથી ? શું પ્રજાના કામો થતાં નથી ? ત્યારે કહેવત છે કે શિવ કા દાસ કદી ન રહે ઉદાસ ત્યારે ભાજપના દાસ થી કાર્યકરો જે ઉદાસ છે તેમાં ચાર્મ્સ ભરવાની જરૂર છે. કાર્યકર્તાઓ ના પ્રશ્નો રજૂઆતો સમન્વય સાધવાનો આ તમામ કાર્યો કરવાની જરૂર છે બાકી અંદરોઅંદર નો ડખો પાર્ટી અને પક્ષને જે નુકસાન પારાવાર થઈ રહ્યું છે તેનો રસ્તો કાઢવાની જરૂર છે.