ગોમતીપુરની અરમાન બેકરી, સંજરી રેસ્ટોરન્ટ અને પાકીઝા બીરયાનીમાં તપાસ દરમ્યાન અનહાઇજેનીક કન્ડીશન મળી આવતા તેમજ નિયમોનું પાલન ન કરવા બદલ ત્રણે એકમોને સીલ
અમદાવાદ
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા અધિક આરોગ્ય અધિકારીશ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસર ડો ભાવીન જોષીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરના અલગ-અલગ ઝોનના વોર્ડ વિસ્તારમાં ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે ખાધ્ય ધંધાકીય એકમો ખાતે કરેલ કામગીરીની વિગત નીચે દર્શાવ્યા મુજબ છે.
તા. ૨૩/૦૫/૨૦૨૪ ના રોજ (૧)અરમાન બેકરી, સોનીની ચાલી, ને.હાઈવે નં.૮, ગોમતીપુર (૨ ) સંજરી રેસ્ટોરન્ટ, સોનીની ચાલી, ને.હાઈવે નં.૮, ગોમતીપુર (૩) પાકીઝા બીરયાની, સોનીની ચાલી, ને.હાઈવે નં.૮, ગોમતીપુર, અમદાવાદવાળી જગ્યાઓની તપાસ દરમ્યાન અનહાઇજેનીક કન્ડીશન મળી આવતા તેમજ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમોનું પાલન ન કરવા બદલ ત્રણે એકમોને સીલ કરવામાં આવેલ છે.
ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા અમદાવાદ શહેરમાં આવેલ ખાધ્ય ધંધાકીય એકમોની તપાસ દરમ્યાન એફએસએસએ-૨૦૦૬ અન્વયે ખાધ્ય પદાર્થનાં ધંધાકીય એકમોમાંથી શંકાસ્પદ ખાધ્ય નમુનાઓ લઇ પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે.
તા. ૨૭/૦૫/૨૦૨૪ થી એક અઠવાડીયું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક ઝોનના વોર્ડ દીઠ ફુડ ડિસ્ટ્રકશન અંગેની ટ્રીગર ડ્રાઇવ રાખવામાં આવેલ છે તે અંતર્ગત હોટલ, રેસ્ટોરન્ટ, ખાણી-પીણીની લારીઓ, ઢાબા, ફાસ્ટફુડ સેન્ટરો વિગેરે ખાધ્ય ચીજવસ્તુ ઉત્પાદન કરી વેચતા દરેક એકમોને આવરી લઇ જાહેર આરોગ્યના હીતમાં અસરકારક કામગીરી કરવામાં આવનાર છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ ડિપાર્ટમેન્ટની ટીમ દ્રારા ઉનાળાના દિવસો દરમ્યાન જાહેર આરોગ્યના હીતમાં આઇસ્ક્રીમ, વિવિધ પ્રકારના જ્યુસ, ઠંડાપીણા, બરફના ગોળા અને ખાધ્ય બરફનું ઉત્પાદન કરતા યુનિટો તેમજ અલગ અલગ વોર્ડ વાઇઝ ખાધ્ય પદાર્થનો ધંધો કરતા એકમો, મીઠાઈ, ફરસાણના ધંધાઓ, પાણીપુરી વાળી જગ્યા, હોટલ/રેસ્ટોરન્ટનુ સઘન ચેકીંગની કામગીરી કરવામાં આવશે તેમજ આવનાર દિવસોમાં લાયસન્સ / રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમોનું પણ સધન ચેકીંગ કરવામાં આવશે અને ચેકીંગ દરમ્યાન લાયસન્સ / રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમો જણાશે તો સીલ / બંધ સુધીના કડક પગલા ભરવામાં આવશે.આથી તમામ ફુડ બીઝનેસ ઓપરેટરોને જાણ કરવામાં આવે છે કે આવનારા દિવસોમાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેનું લાયસન્સ / રજીસ્ટ્રેશન મેળવી લઇ વ્યવસાય કરવો.