આપણે બધા ઘર, કાર, કપડાં, એસી, વાસણો, ગાદલું જેવી ઘણી નાની-મોટી જરૂરી વસ્તુઓ ભાડે લઈએ છીએ. હવે ભાડા પરની ‘ગર્લફ્રેન્ડ’ની ઓફર પણ સામે આવી છે. દિલ્હીની એક યુવતીએ ઈન્સ્ટાગ્રામ પર રેટ લિસ્ટ સાથે આ ઓફર પોસ્ટ કરી છે. તેમની આ પોસ્ટ હવે વાયરલ થઈ છે અને લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. દિવ્યા નામની આ યુવતીએ 1500 રૂપિયાથી લઈને 10000 રૂપિયા સુધીની સ્કીમ ઓફર કરી છે.
દિવ્યા કહે છે કે જો તમે સિંગલ છો અને કોઈ છોકરી સાથે ડેટ પર જવા માંગો છો તો તે જવા માટે તૈયાર છે, તમારે બસ તેનું ભાડું ચૂકવવું પડશે.
https://www.instagram.com/p/CNvLSLBBGdz/?igsh=MXM2aWVpMXcyd3VlZw==
વાયરલ યુવતીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલા રેટ લિસ્ટ મુજબ, ચિલ કોફી ડેટ માટે તમારે 1500 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ડિનર અને મૂવી [ માટે તમારે 2 હજાર રૂપિયા ચૂકવવા પડશે. જો તમે તેનો પરિવાર સાથે પરિચય કરાવો તો પણ તમારે 3000 રૂપિયા ખર્ચવા પડશે. જો તમે કોઈ પણ ઈવેન્ટમાં સાથીદારને લઈ જવા ઈચ્છો છો તો 3500 રૂપિયા છે. બાઇક ડેટ (હાથ પકડવો વગેરે) માટેનું ભાડું રૂ. 4000 છે. જો તમે સોશિયલ મીડિયા પર ડેટની તસવીરો પોસ્ટ કરો છો તો પણ તમારે 6,000 રૂપિયા ચૂકવવા પડશે. એડવેન્ચર ડેટ માટે રૂ. 5,000, ઘરે એકસાથે રસોઇ કરવા માટે રૂ. 3,500, શોપિંગ ડેટ માટે રૂ. 4,500 અને વીકએન્ડમાં બે દિવસ સાથે મુસાફરી કરવા માટે રૂ. 10,000નું ભાડું નક્કી કરવામાં આવ્યું છે.
આ યુવતીનું નામ દિવ્યા ગિરી છે, જેનું ઈન્સ્ટાગ્રામ પરથી જાણવા મળે છે કે તે દિલ્હીની રહેવાસી છે. દિવ્યાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક રીલ પોસ્ટ કરી છે જેમાં તેણે રેટ કાર્ડ નાખ્યું છે. આ પોસ્ટ દ્વારા તે સ્પષ્ટપણે કહે છે કે તમે તેની સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે તેને ભાડે લઈ શકો છો. એટલું જ નહીં, તેની નીચે એક સંપૂર્ણ મેનુ કાર્ડ છે જેમાં કોફી પીવી, બાઇક ચલાવવી, ખરીદી કરવી, ઘરે એકસાથે રસોઇ કરવી, પરિવારના સભ્યોને મળવું, વીકએન્ડ પર મુસાફરી કરવી જેવી અલગ-અલગ ઑફર્સ છે. આ રીલ પર હજારો લોકો કોમેન્ટ કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે આ ઓફરને લોકો સ્વીકારી રહ્યા નથી.