અમદાવાદ શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરો-ACBએ સીંધુભવન હોલની બાજુમાં જાહેર રોડ પર સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશનના બે પોલીસ કમર્ચારીઓને રૂ.10 લાખની લૉન્ચ લેતા ઝડપી પાડ્યા છે. જયારે એક પોલીસ અધિકારી ફરાર થઈ ગયા છે.
સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશનમાં ક્રિકેટ સટ્ટાના ગુનાના આરોપી પાસેથી વહેલા ચાર્જશીટ ફાઈલ કરવા માટે આ પોલીસ કમર્ચારીઓએ 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.
ફરિયાદીએ ACBનો સંપર્ક કરતા ACBએ સીંધુભવન હોલની બાજુમાં જાહેર રોડ પર છટકું ગોઠવી સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશનના અનાર્મ હેડ કોન્સ્ટેબલ અમથાભાઇ કુવરાભાઇ પટેલ અને ASI ગૌરાંગકુમાર દિનેશભાઇ ગામેતીને રૂ.10 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે, જ્યારે આ કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ.પટેલ ફરાર થઇ ગયા છે.