ગુજરાતનું કહેવાતું જીજે 18 ખાતે ઠેર ઠેર ખોદકામ ચાલી રહ્યું છે, અંબાલાલની તથા હવામાન ખાતાની આગાહી છતાં ખોદકામ તોડકામ ચાલી રહી છે ત્યારે ચોમાસામાં વાહન ચાલકોની જે પરેશાની થવાની છે તે કલ્પના બહારની હશે, સેક્ટર 26 જીઆઇડીસી થી લઈને ક ખ રોડ પર અને ડી માર્ટ પાસે આખા રોડ ખોદી નાખ્યા છે, ટ્રાફિક સમસ્યા અત્યારે વક્રી છે ત્યારે ચોમાસામાં વાહનો ફસાઈ જવાના અને કાદવ કીચડ માં રહીશોને બહાર નીકળવું ભારે પડી જવાનું છે, 50 લાખથી એક કરોડના મકાનમાં રહેતા રહીસોને ઝૂંપડામાં રહેતા હોય તેવો અહેસાસ થશે, આના કરતા ઝૂંપડામાં રહેવું સારું તેઓ અહેસાસ ટૂંકા જ મહિનામાં શરૂ થવાનો છે, આ તો ફક્ત ટ્રેલર છે પિક્ચર થિયેટરોમાં ત્રણ કલાકનું હોય છે ત્યારે હવે આ પિક્ચર બે મહિનાનું આવી રહ્યું છે, પ્રજા ત્રસ્ત, કોન્ટ્રાક્ટરો મસ્ત, તંત્ર ક્યારે થશે વ્યસ્ત તેવું લોકો આવનારા સમયમાં બોલતા જોવા છે, જુઓ આ વિડીયો શું આ કામ મહિના બે મહિનામાં પતી જવાના છે, બધાને હાલાકી નું આ ટ્રેલર👆🤔🤔