ITIમાં તાલીમ મેળવવાં ગયેલી વિદ્યાર્થિનીએ પ્રેમના પાઠ ભણ્યાં અને શિક્ષક સાથે ભાગી ગઈ

Spread the love

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં ગુરુ-શિષ્યાના સબંધને લાંછન લગાડતો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં તાલીમ લેતી વિદ્યાર્થિનીને પ્રેમના પાઠ ભણાવીને લંપટ શિક્ષક ભગાડી ગયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, 23 વર્ષીય વિદ્યાર્થિનીએ ગત ઓગસ્ટ-2023માં શિનોરમાં આવેલી ITIમાં તાલીમ મેળવવા માટે પ્રવેશ મેળવ્યો હતો. જ્યાં તેને તાલીમ આપવા આવતા શિક્ષકે યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો.

હકીકતમાં ગઈકાલે યુવતી ડૉક્યૂમેન્ટ જમા કરાવવાનું કહીને ઘરેથી નીકળી હતી. જો કે મોડી સાંજ સુધી યુવતી પરત ના ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. યુવતીના ભાઈએ સંપર્ક કરતાં તેણીનો ફોન સ્વીચ ઑફ આવતો હતો. જેથી પરિવારજનો ITI પહોંચ્યા હતા અને તપાસ કરતાં યુવતી ત્યાં આવી નહતી તેમ જાણવા મળ્યું હતુ.

આ દરમિયાન યુવતીએ પોતાના ભાઈના મોબાઈલ પર વોટ્સએપ મેસેજ મોકલ્યો હતો. જેમાં તેણીએ પોતાનાથી બમણી ઉંમરના શિક્ષક સાથે કોર્ટ મેરેજ કરી લીધા હોવાનું જણાવ્યું હતુ. આ સાથે જ યુવતીએ પોતાનું મેરેજ સર્ટીફિકેટ મોકલતા પરિવારજનોના પગતળેથી જમીન સરકી ગઈ હતી.

બીજી તરફ યુવતીના ભાઈએ પોતાની બહેનને ભગાડી જનાર શિક્ષક પહેલાથી પરિણીત હોવાનો આક્ષેપ કર્યો છે. હાલ તો આ મામલે શિનોર પોલીસ મથકે શિક્ષક વિરુદ્ધ અરજી આપીને તપાસ હાથ ધરવાની માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com