અનેક સાઉથ ફિલ્મોમાં કામ કર્યા પછી ‘ફિઝા’ થી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર ઇશા કોપ્પીકર 18 વર્ષની ઉંમરમાં કાસ્ટિંગ કાઉચનો શિકાર બની ચુકી છે. એક્ટ્રેસ આ કિસ્સા વિશે ખુલીને વાત શેર કરી છે. એક્ટ્રેસે એ પણ ખુલાસો કર્યો કે કરિયરના શરૂઆતમાં કાસ્ટિંગ કાઉચનો પણ સામનો કરવો પડ્યો હતો. આમ, ઇશા કોપ્પીકરે કાસ્ટિંગ કાઉચ સિવાય પણ બીજા અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે જે જાણીને તમને પણ નવાઇ લાગશે.આટલું જ નહીં અમુક વાત એવી શેર કરી છે જે જાણીને તમારી આંખમાં આસું આવી જશે.
સિદ્ધાર્થ કાનનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઇશાએ ઇન્ડસ્ટ્રીના શરૂઆતના દિવસોની સાથે-સાથે પોતાની સંઘર્ષની જર્ની વિશે વાત કરી હતી. એક્ટ્રેસે કહ્યું કે, ‘એવું ક્યારેય પણ નહોતું વિચાર્યું કે તમે શું કરી શકો છો, હીરો અને એક્ટર્સ નિર્ણયો લેતા હતા. તમે #MeToo વિશે તો સાંભળ્યું હશે, પરંતુ માત્ર નામ જાણવાથી શું થાય છે. મારા માટે એ સમયે કાસ્ટિંગ કાઉચ વિરુદ્ધ કોઇ પગલું ભરવું ખૂબ મુશ્કેલ હતુ. આ કારણે મારા સમયમાં અનેક અભિનેત્રીઓએ ઇન્ડસ્ટ્રી છોડી દીધી. મને એક એક્ટરે તો એકલાં મળવા માટે પણ કહ્યું હતું.’
કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરતા ઇશાએ જણાવ્યું કે, ‘હું જ્યારે 18 વર્ષની હતી ત્યારે એક સેક્રેટરી અને એક એક્ટરે કાસ્ટિંગ કાઉચ માટે મને કનેક્ટ કરી હતી. એમને મને કહ્યું હતુ કે કામ મેળવવા માટે તમારે એક્ટર્સને એકલા મળવું પડશે અને એમને ખુશ કરવા પડશે. આનો મતલબ શું થાય છે?’
ઇશાએ એક ઘટના પણ જણાવી જ્યારે એક એ-લિસ્ટ અભિનેતાને એકલા મળવા માટે કહેવામાં આવ્યું. ઇશાએ જણાવ્યું કે,’જ્યારે હું 23 વર્ષની હતી ત્યારે એક અભિનેતાએ મને એકલા મળવા માટે કહ્યું. આટલું જ નહીં આ હિરોને બીજી અભિનેત્રીઓ સાથે સંબંધ હોવાની અફવાઓ પણ હતી.’ આગળ વધુમાં ઇશાએ જણાવ્યું કે,’આમ, મને લઇને પહેલાંથી જ વિવાદ ચાલી રહ્યા હતા, પરંતુ મેં એકલાં મળવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક એ-લિસ્ટ અભિનિતા હતો.’
ઇશા કોપ્પીકરે એ સમયને પણ યાદ કર્યો જ્યારે અભિનેતા અને ડાયરેક્ટર્સના સેક્રેટરી એક્ટ્રેસને અયોગ્ય રીતે સ્પર્શ કરતા હતા. એટલું નહીં અભિનેત્રીના હાથ મરોડતા હતા. આ સાથે અભિનેતાઓ સાથે મિત્રતા કરવા માટે દબાણ કરતા હતા.