પ્રેમી સાથે છાનગપતિયા કરનારી એક છીનાળવી માએ પોતાની સગી પુત્રીની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. પુત્રી માતાને તેના પ્રેમી સાથે બિસ્તર પર વાંધાજનક હાલતમાં જોઈ ગઈ હતી. માતાએ તેના પ્રેમી સાથે મળીને પુત્રીનું ગળું દબાવી હત્યા કરી હતી. હત્યાને છુપાવવા માટે હત્યારાઓએ આત્મહત્યાનું નાટક કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.આ ચોંકાવનારી ઘટના દેહરાદૂનમાં સામે આવી છે.
યુવતીની આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુવતીએ આત્મહત્યા કરી નથી, પરંતુ તેની માતાએ તેના પ્રેમી સાથે મળીને તેના ગેરકાયદેસર સંબંધને છુપાવવા માટે તેની હત્યા કરી હતી. આ પછી લાશને ફાંસી આપીને આ ઘટનાને આત્મહત્યાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. એસએસપી અજય સિંહે જણાવ્યું કે, ગુરુવારે સવારે નાઈ બસ્તી પટેલ નગરમાં એક યુવતીની આત્મહત્યાની માહિતી મળી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે સુખવિંદર સિંહની 20 વર્ષની દીકરી મમતાનો મૃતદેહ ફાંસીએ ઉતારીને પીએમ માટે મોકલાયો હતો. પોલીસને જણાવવામાં આવ્યું હતું કે સુખવિંદર સિંહ દૂધ સપ્લાયર તરીકે કામ કરે છે. અન્ય દિવસોની જેમ ગુરુવારે પણ તે સવારે 4 વાગે કામ પર ગયો હતો. માતાએ કહ્યું કે પાંચ વાગ્યે તેણે તેની પુત્રીને લટકતી જોઈ અને તેની લાશ નીચે ઉતારી હતી. જ્યારે એક મહિલાએ જણાવ્યું કે તેની પુત્રીની લાશ લટકેલી છે તો પોલીસને શંકા ગઈ અને સમગ્ર મામલો સામે આવ્યો.
ઈન્સ્પેક્ટર કે.કે. લુંથીએ જણાવ્યું હતું કે મહિલાના પાડોશમાં રહેતા નીતિન સાથે ગેરકાયદેસર સંબંધો હતા. હત્યાના ચાર-પાંચ દિવસ પહેલા મમતાએ તેની માતા અને નીતિનને ઘરમાં વાંધાજનક હાલતમાં જોયા હતા આ પછી મમતાએ પિતાને વાત કરવાનું કહેતા બન્નેએ ભેગા મળીને મમતાને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો. આ પહેલા પણ સુખવિંદરને તેની પુત્રી દ્વારા હરપ્રીત અને નીતિન વચ્ચેના ગેરકાયદેસર સંબંધોની ખબર પડી હતી. ત્યારે પણ ઘરમાં ઝઘડો થયો હતો. ત્યારપછી આરોપી મહિલાએ નિતિનને ફરી નહીં મળવાનું કહીને વિવાદ પતાવી દીધો.