120 કરોડના ખર્ચે બનશે ભવાનીધામ, મંદિર નિર્માણમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ નહીં

Spread the love

સમસ્ત રાજપૂત સમાજના આરાધ્યદેવી મા ભવાનીના ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામની પાવનધરા ઉપર પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે મંદિર નિર્માણકાર્યની પ્રગતિ તથા મંદિર પરિસરની આસપાસ સામાજિક કલ્યાણ માટે અલગ-અલગ સુવિધાઓ વિકસાવવા અને આગામી યોજનાઓ વિશે ચર્ચા-વિચારણા કરવા માટે આજે રાજ્યભરના રાજપૂત સમાજના અગ્રણીઓએ એક સમીક્ષા બેઠક યોજી હતી.

આ સમીક્ષા બેઠકમાં પૂર્વ ગવર્નર અને ભવાનીધામ પ્રતિષ્ઠાન ટ્રસ્ટના ટ્ર્સ્ટી વજુભાઈ વાળા, કિશોરસિંહ ચૌહાણ (પ્રમુખ, ભવાનીધામ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ), કાનભા ગોહિલ (પ્રમુખ, સમસ્ત રાજપૂત સમાજ, ગુજરાત ), જશાભાઇ બારડ (પૂર્વ મંત્રી અને પ્રમુખ, અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજ ), વિજયસિંહ બારડ( ટ્ર્સ્ટી, ભવાનીધામ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ), નારણભાઈ સગર (પ્રમુખ, અખિલ ગુજરાત નાડોદા રાજપૂત સમાજ, બાબુસિંહ જાદવ (ધારાસભ્ય), કિરીટસિંહ ડાભી (ધારાસભ્ય) સહિત રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ તમામ આગેવાનોએ માં ભવાનીના ભવ્ય મંદિરના નિર્માણની સાથે-સાથે મંદિર પરિસરમાં લોકકલ્યાણ હેતુ શૈક્ષણિક ટ્રેનિંગ સેન્ટર, આરોગ્ય કેન્દ્ર, યાત્રી નિવાસ, યજ્ઞશાળા, ભોજનશાળા, સંસ્કારધામ, બગીચો, તળાવ સહિતની સુવિધાઓ વિકસાવવાનો સર્વસંમતિથી નિર્ણય કર્યો હતો. આ સુવિધાઓથી સુરેન્દ્ર્નગર ઉપરાંત રાજ્યભરના રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજના લોકોને પણ સીધો લાભ થશે. અહીં સર્વોચ્ચ ગુણવત્તાયુક્ત શૈક્ષણિક અને આરોગ્ય સુવિધાઓની ઉપલ્બધતા સુનિશ્ચિત કરાશે.

સમસ્ત રાજપૂત સમાજની આસ્થાના કેન્દ્રસમાન ભવાનીધામ મંદિર નિર્માણનું કાર્ય શરૂ કરવાનો વિચાર વજુભાઈ વાળાએ પાંચ વર્ષ પહેલાં સમાજ સમક્ષ મૂક્યો હતો. સમસ્ત રાજપૂત સમાજને એક છત્રછાયા હેઠળ આવીને ધાર્મિક ભાવનાની સાથે રાષ્ટ્રિયતાના સંસ્કાર કેળવે તે માટે પહેલ કરી હતી. રાજપૂતોના સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે સૌ એકત્ર બની નિશ્ચય કરે તે માટે ભવાની ધામનું સ્થળ સુરેન્દ્રનગર પાસે આવેલ વસ્તડી મુકામે પસંદ કરવામાં આવ્યું . સમાજના વિવિધ અગ્રણીઓને વજુભાઈએ જે અપીલ કરી હતી જેના ભાગરૂપે વિજયસિંહ બારડે પોતાની 17 એકર જગ્યા મંદિર માટે દાનમાં આપેલ છે અને બાકીની વિવિધ જગ્યાઓ સમાજ દ્વારા ઉપયોગી પ્રવૃત્તિમાં મદદરૂપ થઈ શકાય તે માટે ભવાનીધામ પ્રતિષ્ઠાન દ્વારા ખરીદ કરવામાં આવેલ છે . જેમાં મંદિર ઉપરાંત અન્ય સુવિધાઓનું નિર્માણ થશે.

અંદાજે 120 કરોડના ખર્ચે બનનાર ભવાનીધામનું આશરે 8500 ટન મકરાણાના આરસપહાણથી નિર્માણ થઈ રહ્યું છે અને હાલમાં મંદિરનું અંદાજિત 35% જેવું કાર્ય પણ પૂર્ણ થયું છે. મંદિરની વિશેષતા જોઈએ તો ઉંચાઈ -133 ફૂટ, લંબાઈ- 257 ફૂટ અને પહોળાઈ 221 ફૂટ અંદાજિત રહેશે. સમગ્ર મંદિરમાં આશરે 124 સ્તંભ બનશે. 32 એકર જમીનમાં નિર્માણ પામી રહેલા માં ભવાનીના આ મંદિરમાં 1700 થી પણ વધુ દર્શનાર્થીઓ એક સાથે બેસી શકશે. મંદિર નિર્માણમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com