સંસ્કાર નગરી વડોદરા ફરી લજવાઈ છે. અહીં એક ડોક્ટરની કરતૂત સામે આવી છે. આજવા રોડ પર રહેતા અને સ્ટર્લીંગ હોસ્પિટલમાં ફરજ બજાવતા આયુર્વેદિક ડોક્ટર ભાવેશ વસાવાએ સોશિયલ મીડિયામાં એક નર્સ સાથે ફ્રેન્ડશીપ કરી હતી અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યાં હતા. આ પછી નર્સ તેને લગ્નનું દબાણ કરતી હતી પરંતુ આરોપી ડોક્ટરે છેલ્લે ફરી ગયો હતો અને તેની સાથે લગ્નનો ઈન્કાર કર્યો હતો.
ગોત્રી પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરી છે. પીડિતા નર્સે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં એવું કહ્યું કે સપ્ટેમ્બર 2023માં ઈન્સ્ટાગ્રામ પર તેની મિત્રતા ડોક્ટર ભાવેશ સાથે થઈ હતી. ભાવેશે લગ્ન કરવાની ખાતરી આપી હતી અને તેની મરજી વિરૃદ્ધ શારીરિક સંબંધ રાખ્યો હતો. પરંતુ થોડા સમય બાદ તેણે લગ્નનો ઇનકાર કરી દીધો હતો. ગોત્રી પોલીસે ડોક્ટર સામે બળાત્કારનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
ડોક્ટર ભાવેશે નર્સનો અનેક વખત રેપ કર્યો હતો અને પછી તેની સાથે લગ્નનો ઈન્કાર કરી દીધો હતો. અંતે પોલીસ ફરિયાદ થતા હેવાન ડોકટરનો ભાંડો ફૂટી ગયો હતો.