મુખ્યમંત્રી આયુષ્યમાન સ્વાસ્થય વીમા યોજના અંતર્ગત સરકારી હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરનારા લોકો માટે એકવિચિત્ર સમાચાર આવ્યા છે. ઓપરેશન દરમિયાન દર્દીના ચહેરા સાથે જે અંગની સારવાર કરવામાં આવી હોય તેની તસ્વીર પણ લેવાય છે. ચોંકાવનારી બાબત છે કે, તેમાં મહિલાઓના પ્રાઇવેટ પાર્ટની પણ તસ્વીરો લેવામાં આવે છે. એવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે, દર્દીઓના ચહેરા અને ઓપરેશન થયું હોય તે અંગની તસ્વીર ઇન્શ્યોરન્સ એજન્સીને મોકલવાની હોય છે.
આ દસ્તાવેજોને અપલોડ કર્યા બાદ જ ઇન્શ્યોરન્સ કંપની ક્લેમ બહાર પાડે છે. ફોટો અપલોડ નહીં કરવાની સ્થિતિમાં ક્લેમ રદ્દ કરી દેવામાં આવે છે.
આયુષ્યમાન યોજના હેઠળ મોટા પ્રમાણમાં મહિલા દર્દીઓ બ્રેસ્ટ, હિપ્સ અને આંતરિક અંગોની બિમારીઓની સારવાર અને ઓપરેશન કરાવે છે. 5 લાખ રૂપિયાની ફ્રી સારવારની આ યોજનાના ક્લેમ માટે હોસ્પિટલોએ દર્દીના ચહેરા અને તે અંગેનો તસ્વીરો લેવામાં આવે છે. જેનું ઓપરેશન થાય છે. ફોટો લેવાનું કામ ડોક્ટર પોતે કરે છે. જો કે નોન ક્લીનિકલ વ્યક્તિ એટલે કે કોન્ટ્રાક્ટ પરનો કર્મચારી ઓપરેશન થિયેટરમાં જાય છે અને ફોટોથી તસ્વીરો લે છે. ત્યાર બાદ તે ફોટો ટીપીએ પર કામ કરનારા કર્મચારીને મોકલે છે. જે આ તસ્વીરો પોર્ટર પર અપલોડ કરે છે. આ તસ્વીર અનેક સ્થળો પરથી પસાર થઇને પોર્ટલ પર અપલોડ થાય છે. જેના કારણે તે વાયરલ થવાની શક્યતા પણ રહે છે.
આયુષ્માન યોજના હેઠલ મહિલાઓના પ્રાઇવેટ પાર્ટની સર્જરી પણ થાય છે. ચહેરાની સાથે સાથે પ્રાઇવેટ પાર્ટની તસ્વીર પણ લેવાય છે. બંન્ને તસ્વીરો મળે તે જ સ્થિતિમાં ક્લેમ પાસ થાય છે. આ પ્રકારની તસ્વીરો પોર્ટલ પર અપલોડ થવા અને ક્લેમ પાસ થતા સુધીમાં અનેક કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓની કોમ્પ્યુટર સ્ક્રીન પર રહે છે. આ તસ્વીરો લીક થવાનો ખતરો પણ રહે છે. ડોક્ટરોનું કહેવું છે કે, જરૂરી દસ્તાવેજોમાં આ પ્રકારની કોઇ શરત નથી પરંતુ તેના અબાવમાં ક્લેમ રદ્દ કરવામાં આવી શકે છે. ઇંટ્રા ઓપરેટિવ તસ્વીરો વિથ ફેસની શરત માત્ર ખાનગી હોસ્પિટલો માટે જ હતી. ઇન્શ્યોરન્સ કંપનીઓએ હવે તેને સરકારી હોસ્પિટલો માટે પણ લાગુ કરી દીધો છે.
જોધપુરના મથુરાદાસ માથુર હોસ્પિટલના અધીક્ષક ડૉ. નવીન કિશોરિયાનું કહેવું છે કે, ઇંટ્રા ઓપરેટિવ ફોટો ચહેરા સાથે માંગવા ખોટી બાબત છે. અનેક યુનિટ હેડ દ્વારા આ અંગે લેખિત ફરિયાદ કરવામાં આવે છે. આ અંગની ફરિયાદ સરકારને કરવામાં આવી છે. હવે નિર્ણય સરકારને કરવાનો છે. બીજી તરફ રાજસ્થાન સ્ટેટ હેલ્થ ઇંશ્યોરન્સ જયપુરના ડેપ્યુટી ડાયરેક્ટર જયસિંહનું કહેવું છે કે, આયુષ્માન યોજના હેઠળ રાજ્ય સરકારની પોલિસી નિશ્ચિત છે. તેના અનુસાર જ કાર્ય થઇ રહ્યું છે. તેમાં કોઇ એક વ્યક્તિ કે અધિકારી કાંઇ પણ કરી શકે નહીં.