લોકોને કમીશન આપવાની લાલચ આપી  બેંક એકાઉન્ટ ખોલાવી લોકોના છેતરપીડીંથી મેળવેલા નાણા જમા કરાવી બેંકમા એકાઉન્ટ હોલ્ડર સાથે નાણા મેળવી તેને ક્રિપ્ટો કરન્સીમા કન્વર્ટ કરાવી દેશની બહાર મોક્લી આપતા આરોપીઓને ઝડપતી સાયબર ક્રાઇમ 

Spread the love

ગુનો આચરતા ૧૩ ઈસમો વિરુધ્ધ કલમ-૬૧(૨), ૩૧૬(૨), ૩૧૮(૪),૩૧૯(૨) તથા ધી આઈ.ટી.એક્ટની કલમ-૬૬(ડી) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ

અમદાવાદ

કૃષ્ણનગર, વિજય પાર્ક ચાર રસ્તા પાસે આવેલ મારૂતી પ્લાઝામાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ક્રીશવ એન્ટરપ્રાઈઝ દુકાન નં-૫૯ માં દિપક રાદડીયા નામનો ઈસમ તથા બીજા માળે દુકાન નં-૨૪૩,૨૪૪ માં દિલીપ જાગાણી નામનો ઈસમ દુકાન ભાડેથી રાખી તેમા તેઓના પગારદાર મળતીયા માણસો સાથે મળી લોકોને કમીશન આપવા લોભ-લાલચ આપી તેમની પાસેથી બેંક એકાઉન્ટ ખોલાવી/એકાઉન્ટ મેળવી લઈ તે બેંક એકાઉન્ટ લોકોને સોશીયલ મીડીયાના માધ્યમથી પોતાની ખોટી ઓળખ ઉભી કરી અલગ-અલગ પ્રકારની વધુ પૈસા કમાવવાની લાલચ આપી અથવા કોઇ ગુનાનો ડર બતાવી તેમની સાથે છેતરપીડીં કરી ગુનો આચરતા લોકોને મોક્લી આપતા હોવાની બાતમી આધારે રેડ કરતા મારૂતી પ્લાઝામાં આવેલ ઉપરોક્ત બન્ને દુકાનોમા અલગ અલગ બેંકની પાસબૂક-30 ચેકબૂક-39 એટીએમ કાર્ડ-59 સીમકાર્ડ-9 બેંક એકાઉન્ટ ખોલવા માટેના ફોર્મ-5, બેંકમાં નાણા જમા કરાવ્યાની સ્લીપ-5, નોટો ગણવા માટેનુ મશીન-1 ફીંગરપ્રીન્ટ સ્કેનર મશીન-1 રબર સ્ટેમ્પ-02, હિસાબ માટેના ચોપડાઓ-4, મોબાઇલ ફોન-30 વિગેરે મુદ્દામાલ કબ્જે કરવામા આવેલ છે તથા 13 આરોપી અટક કરવામા આવેલ છે. જેમા આરોપી દિપક રાદડીયા ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ક્રીશવ એન્ટરપ્રાઈઝ દુકાન નં-૫૯ ની તથા આરોપી દિલીપ જાગાણી બીજા માળે દુકાન નં-૨૪૩,૨૪૪ મા પોતાની સાથેના પગારદાર મળતીયા માણસો સાથે મળી લોકોને કમીશન આપવા લોભ-લાલચ આપી તેમની પાસેથી બેંક એકાઉન્ટ ખોલાવી/એકાઉન્ટ મેળવી તેમને કમીશન પેટે નાણા આપી બદલામા બેંકની પાસ બુક, ચેકબુક, એટીએમ કાર્ડ, સીમકાર્ડ વિગેરેની કીટ મેળવી લઇ આ તમામ બેંક એકાઉન્ટોને કેતન પટેલને આપી કેતન પટેલ આ બેંક એકાઉન્ટોને ચાઈનીઝ વ્યક્તિઓના વોટ્સએપ તથા ટેલીગ્રામ પર મોકલી આપી આ ચાઇનીઝ વ્યક્તિઓ દ્રારા આ એકાઉંટમા નાણા જમા કરાવી તે નાણાને દીલીપ જાગાણી તથા દિપક રાદડીયાનાઓ તેઓના મળતીયા અટક કરેલ આરોપીઓ સાથે એકાઉંટ હોલ્ડરની સાથે બેંકમા જઇ જમા થયેલ નાણા સેલ્ફ ચેકથી કાઢી આ કેશ રકમ આંગડીયાથી આરોપી દર્શિલ શાહનાઓને મોકલી આી તેની પાસેથી કેશ રકમને ક્રીપ્ટોકરન્સીમા કન્વર્ટ કરાવી બાદમાં આ ક્રિપ્ટોકરન્સી ચાઈના ખાતે તેના મળતીયા માણસોને મોકલી આપી ગુનો આચરતા ૧૩ ઈસમો વિરુધ્ધ ધી ભારતીય ન્યાય સંહિતાની કલમ-૬૧(૨), ૩૧૬(૨), ૩૧૮(૪),૩૧૯(૨) તથા ધી આઈ.ટી.એક્ટની કલમ-૬૬(ડી) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

અટક કરવામાં આવેલ આરોપીઓઃ

(૧) ફેઝાન સ/ઓ અનવરહુસેન શેખ ઉ.વ.૨૨ ધંધો-નોકરી રહેવાસી-૨૨૦ ગવલી મોહલ્લા,કેમ્પ સદર બજાર,પોલીસ ચોકી પાછળ, એરપોર્ટ રોડ, અમદાવાદ શહેર

(ર) રાજુભાઇ સ/ઓ જગદીશભાઇ પરમાર ઉ.વ.૨૪ ધંધો- નોકરી મ.નં ૩૪/૩૯૮, આમ્રપાલી ફલેટ, નવા બાપુનગર ચાર રસ્તા,અમદાવાદ શહેર. મુળ ગામ કોટડા તા.દાંતિવાડા જીલ્લો બનાસકાંઠા

(૩) અમિત સ/ઓ ધનજીભાઇ પટેલ ઉ.વ.૩૫ ધંધો-નોકરી રહેવાસી-હાલ. રહે ઓફિસ ૨૪૩,૨૪૪, મારુતી પ્લાઝા કોમપ્લેક્ષ, ક્રુષ્ણનગર, અમદાવાદ શહેર મુળ રહે.ભુજ શેરી, ગામ લખતર તા.લખતર, જી.સુરેન્દ્રનગર

(૪) રાજુભાઇ સ/ઓ પરષોતમભાઇ સાંખટ ઉ.વ.૨૮ ધંધો-નોકરી ઘર નં. ૨૫૨/૧૩૭૯, ગુજરાત હાઉસીંગ બોર્ડ, જોડકા વિભાગ, જીવન સાધના સ્કૂલની પાસે, બાપુનગર, અમદાવાદ શહેર મુળગામ ભાદ્રોડ તા.મહુવા જી.ભાવનગર

(૫) દર્શન સ/ઓ જગદીશભાઇ સેંજલીયા ઉ.વ.૨૧ ધંધો-નોકરી રહે સી/૬, શ્રીનાથ પાર્ક સોસાયટી, ઉત્તમનગર નિકોલ ગામ રોડ, અમદાવાદ શહેર

(૬) રાજેશભાઇ સ/ઓ સવજીભાઇ જાસોલીયા ઉ.વ.૪૧ ધંધો-નોકરી ૧૯,જયશ્રીનગર, વિમલા હોસ્પીટલની સામે, વટવા,અમદાવાદ શહેર મુળ ગામ આંબલા તા.શિહોર જી.ભાવનગર

(૭) વિકી સ/ઓ શૈલેષભાઇ પટેલ ઉ.વ.૨૪ ધંધો-નોકરી ૮,ઉમિયા રો.હાઉસ,કંકેશ્ર્વરી પાર્કની અંદર, સરદાર ચોક, ક્રષ્ણનગર, અમદાવાદ શહેર મુળ ગામ કોટડી તા. વિજાપુર જી.મહેસાણા

(૮) દિલીપ સ/ઓ સવજીભાઇ જાગાણી ઉ.વ.૩૧ ધંધો-નોકરી સી,૧૬, હરીક્રુપા સોસાયટી,નિકોલ ગામ રોડ, અમદાવાદ શહેર. મુળ ગામ નાના રાજકોટ ગારીયાધાર તા.લીલીયા જી.અમરેલી

(૯) કિશોર સ/ઓ નાગજી ભાઇ પટેલ ઉ.વ.૪૨ રહે પાર્ક સોસા ધામીનું કારખાનું ઠક્કરનગર નિકોલ અમદાવાદ શહેર મુળ ગામ ખોડવદરી તા.પાલીતાણા જી.ભાવનગર

(૧૦) અલ્કેશ સ/ઓ વિનુભાઇ પટેલ ઉ.વ.૪૬ રહે મ.નં.બી/૪૬ ધનશ્યામ વિલા સુકન ચોકડી નિકોલ નરોડા રોડ અમદાવાદ શહેર

(૧૧) દિપક સ/ઓ ભાઇલાલ ભાઇ રાદડીયા ઉ.વ.૪૭ રહે રહે મ.નં.૨૪ ધનલક્ષ્મી સોસા. હિરાવાડી રોડ સૈજપુર બોધા અમદાવાદ શહેર મુળ ગામ સેલણા તા.સાવરકુંડલા જી. અમરેલી

(૧૨) દર્શીલ સ/ઓ પરેશભાઇ શાહ ઉ.વ.૪૦ રહે. રહે. મ.નં.એ/૧૩ મંગલદિપ ફલેટ જોધપુર ગામ રોડ સેટેલાઇટ અમદાવાદ શહેર

(૧૩) કેતન સ/ઓ અશોક ભાઇ પટેલ ઉ.વ.૩૮ રહે. રહે. રહે મ.નં.એન/૮૦૧ શ્યામ સુકન સોસા. પી.ડી.પી.યુ રોડ ગાંધીનગર મુળ ગામ વિજાપુર તા. વિજાપુર જી.મહેસાણા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com