પતિની પ્રેમિકા મહિલાના ઘરે આવી અને કહ્યું, તારો પતિ મારો છે અને મારો જ રહેશે

Spread the love

પાટણ જિલ્લાના એક ગામમાં ‘પતિ-પત્ની ઔર વો’નો કિસ્સો ચર્ચામાં આવ્યો છે. જેમાં વિવાહિત પુરુષને એક યુવતી સાથે પ્રેમ પાંગર્યો હતો. જેથી યુવતી પોતાના પ્રેમીના ઘરે ધસી આવી હતી અને તેની પત્ની સાથે માથાકૂટ કરવા લાગી હતી. જો કે 181ની ટીમે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પાટણના ગ્રામ્ય વિસ્તારની એક મહિલાએ આજથી એકાદ વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યાં હતા.

જો કે લગ્ન બાદ તેના પતિની તેના જ કુટુંબની અન્ય યુવતી સાથે આંખો મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જેથી મહિલાનો પતિ અવારનવાર તેને ત્રાસ આપતો હતો.

આ દરમિયાન પતિની પ્રેમિકા મહિલાના ઘરે આવી પહોંચી હતી અને ધમકી આપી હતી કે, તારો પતિ મારો છે અને મારો જ રહેશે. આ બાબતે મહિલાએ વુમન હેલ્પલાઈન અભયમની મદદ માંગી હતી.

જેથી મહિલા કાઉન્સિલર સહિતનો કાફલો તેના ઘરે આવી પહોંચ્યો હતો. જ્યાં તેમણે સમજાવતા મહિલાના પતિની પ્રેમિકાને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. જેથી તેણે હવે પછી મહિલાના પતિ સાથે કોઈપણ પ્રકારનો સબંધ નહીં રાખવાની ખાતરી આપી હતી. આમ 181ની ટીમે સમાધાન કરાવીને લગ્નજીવન તૂટતા બચાવ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com