દેશમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત જીએસટી સેવા કેન્દ્રો ખાતે ફેસ ઓથેન્ટિકેશનથી આધાર બેઈઝ્ડ આઇડેન્ટિટી વેરીફિકેશનની શરૂઆત:નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશનનો પ્રારંભ કરાવ્યો

Spread the love

અરજદારોને હવે ઝડપથી અને સરળતાથી જીએસટી નોંધણી નંબર મળશે

GST નોંધણી સાથે સંકળાયેલી ગેરરીતિઓ અને બોગસ બિલિંગની પ્રવૃત્તિઓને ડામવા માટે મહત્ત્વનું સાબિત થશે ફેસ ઓથેન્ટિકેશન : નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ

જીએસટી કાયદાના અમલીકરણમાં અને તેને વધુને વધુ લોકોપયોગી બનાવવાની દિશામાં ગુજરાત હંમેશાં આગળ રહ્યું છે

– ફેસ ઓથેન્ટિકેશન દ્વારા જીએસટી (GST) નોંધણી સાથે સંકળાયેલી ગેરરીતિઓ અને બોગસ બિલિંગની પ્રવૃત્તિઓને ડામવામાં સફળતા મળશે

અમદાવાદ

અમદાવાદ આશ્રમરોડ ખાતે આવેલી રાજ્ય કરવેરા ભવન ની ઓફિસ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ અમદાવાદ ખાતેથી આધાર બેઈઝ્ડ આઇડેન્ટિટી વેરીફિકેશન માટેની ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશનનો શુભારંભ કરાવીને રાજ્યના જીએસટી (GST) સેવા કેન્દ્રો ખાતે ફેસ ઓથેન્ટિકેશનથી આધાર બેઈઝ્ડ આઇડેન્ટિટી વેરીફિકેશનની શરૂઆત કરાવી હતી. રાજ્ય કર ભવન, અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાણાં મંત્રીશ્રીએ ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશનનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનું અર્થતંત્ર અવિરત વિકાસ પામી રહ્યું છે. ગુજરાત આજે દેશના ગ્રોથ એન્જિન તરીકે સ્થાપિત થયું છે. દેશભરમાં ગુજરાત મોડલની નોંધ લેવાઈ રહી છે. ‘વન નેશન, વન ટેકસ, વન માર્કેટ’ના સૂત્રને સાકાર કરતાં જીએસટી કાયદાના અમલીકરણમાં અને તેને વધુને વધુ લોકોપયોગી બનાવવા માટે આપણે હંમેશાં આગળ રહ્યા છીએ. રાજ્યના વેપારીઓએ પણ ખૂબ જ સહજપણે આ નવા જીએસટી કાયદાઓને અપનાવ્યા છે, જેના લીધે રાજ્યમાં જીએસટી રિટર્ન અને જીએસટી રજિસ્ટ્રેશન બંનેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

ફેસ ઓથેન્ટિકેશનથી આધાર બેઈઝ્ડ આઇડેન્ટિટી વેરીફિકેશન સેવા વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, આ સેવાની શરૂઆત થતાં નવા નોંધણી નંબર મેળવવા ઇચ્છતા અરજદારોને જીએસટી સેવા કેન્દ્રો ખાતે રૂબરૂ બોલાવીને તેઓના આધાર ઓથેન્ટિકેશન તેમજ તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓની ખરાઈ કરીને નોંધણી નંબર આપવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. જેથી જીએસટી (GST) નોંધણી સાથે સંકળાયેલી ગેરરીતિઓ અને બોગસ બિલિંગની પ્રવૃત્તિઓને ડામવામાં સફળતા મળશે. અરજદારોને હવે ઝડપથી અને સરળતાથી જીએસટી (GST) નોંધણી નંબર મળશે, એમ તેમણે ઉમેર્યું હતું.અત્રે નોંધનીય છે કે, અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા આધાર બેઈઝ્ડ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનને પાઇલોટ બેઇઝ પર રોલ આઉટ કરવા માટે ગુજરાત રાજ્યની પસંદગી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજ્ય કર વિભાગ દ્વારા માત્ર 75 દિવસના ટૂંકા ગાળામાં રાજ્યમાં 12 સ્થળોએ સ્ટેટ ઓફ ધ આર્ટ જીએસટી સેવા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હતી. જીએસટી સેવા કેન્દ્રો ખાતે અરજદાર પોતાની અનુકૂળતા અનુસાર ટાઈમ સ્લોટ બુક કરાવીને મુલાકાત લઈ શકે છે. જીએસટી સેવા કેન્દ્રો ખાતે અરજદારની જરૂરી સંપૂર્ણ કામગીરી 20 મિનિટથી પણ ઓછા સમયગાળામાં પૂર્ણ કરવામાં આવે છે.જીએસટીની અમલવારીથી બોગસ નોંધણી નંબરની અરજીઓ પર અસરકારક અંકુશ મેળવવામાં સફળતા મળી છે. રાજ્યમાં નવેમ્બર 2023થી અત્યાર સુધીમાં નવી રજિસ્ટ્રેશન અરજીઓમાં 25%નો નોંધપાત્ર ઘટાડો થયો છે. 2017માં જીએસટીની અમલવારીથી જુલાઈ 2024 સુધીમાં રાજ્યમાં ટેક્સપેયર બેઝમાં 135 ટકાનો માતબર વધારો થયો છે. જ્યારે પાંચ વર્ષના ટૂંકા ગાળામાં રાજ્યની જીએસટી આવક બમણી થઈ છે.જુદી જુદી રીત રસમો જેવીકે આર્થિક રીતે નબળા માણસોને નાણાકીય પ્રલોભનો આપી, વિવિધ સ્કિમોમાં ભરમાવી તેઓના આધાર પુરાવા મેળવી લઇ, તેઓના આધાર સાથે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર બદલી નાખી તેમજ તદ્દન ખોટા દસ્તાવેજો ઊભા કરી ખોટા GST નોંધણી નંબર મેળવવાના અનેક કીસ્સા ધ્યાને આવેલ. આવા બોગસ GST નોંધણી નંબરનો ઊપયોગ ખોટા બીલો ઇશ્યુ કરી બોગસ ITC પાસઓન કરવા માટે થતો હતો. આમ થવાથી સરકારી આવકને ખુબ મોટુ નુકશાન પહોંચતુ હતું.બોગસ બિલીંગની પ્રવૃત્તિને અસરકારક રીતે ડામવા માટે ગુજરાત રાજ્યવેરા ખાતા દ્વારા GST સેવા કેન્દ્રની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવેલ. જે મુજબ નવા નોંધણી નંબર મેળવવા ઇચ્છતા અરજદારોને પાસપોર્ટ સેવા કેન્દ્રની તર્જ પર GST સેવા કેન્દ્ર ખાતે રૂબરૂ બોલાવી તેઓના આધાર ઓથેન્ટીકેશન તેમજ તેમના દ્વારા રજુ કરવામાં આવેલ પુરાવાઓને ખરાઇ કરી નોંધણી નંબર આપવા વિશેનો નિર્ણય કરવાની પરીકલ્પના કરવામાં આવેલ. આ રીતે તૈયાર કરવામાં આવેલ બ્લુ પ્રિન્ટ કેન્દ્ર સરકારમાં વિવિધ સ્તરોએ રજુ કરવામાં આવેલ.

કેન્દ્ર સરકાર દ્વારા AADHAR Based Biometric Authentication ને Pilot base ઉપર રોલઆઉટ કરવા માટે ગુજરાત રાજ્યની પસંદગી કરવામાં આવતા ગુજરાત રાજ્ય કર વિભાગ દ્વારા માત્ર ૭૫ દિવસના ટૂંકાગાળામાં રાજ્યમાં ૧૨ સ્થળોએ સ્ટેટ ઓફ ધી આર્ટ GST Seva Kendra (GSK)ની સ્થાપના કરવામાં આવેલ. તા.૦૭/૧૧/૨૦૨૩ ના રોજ ભારતના માનનીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમનના વરદ હસ્તે વાપી ખાતેથી ગુજરાતના ૧૨ GSK નું લોકાર્પણ કરવામાં આવેલ.તમામ ૧૨ GSK ખૂબજ કાર્યદક્ષતા સાથે કામગીરી કરી રહેલ છે. અરજદાર પોતાની અનુકુળતા અનુસાર ટાઇમ સ્લોટ બુક કરાવી GSK ની મુલાકાત લઇ શકે છે. GSK ખાતે આવ્યાથી અરજદારની જરૂરી સંપુર્ણ કામગીરી ૨૦ મીનીટથી પણ ઓછા સમયગાળામાં પુર્ણ કરવામાં આવે છે.GSK ની અમલવારીથી બોગસ નોંધણી નંબરની અરજીઓ ઉપર અસરકારક અંકુશ મેળવવામાં સફળતા મળી છે. નવેમ્બર-૨૦૨૩ થી અત્યારસુધીમાં નવી રજીસ્ટ્રેશન એપ્લીકેશન માં ૨૫% નો નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.

ગુજરાત રાજયમાં કાર્યરત GSK ની અસરકારકતા અને કાર્યદક્ષતાની નોંધ લઇ નવી દિલ્હી ખાતે તા.૨૨/૦૬/૨૦૨૪ ના રોજ યોજાયેલ GST COUNCIL ની 53મી મીટીંગમાં GSK ની અમલવારી સમગ્ર ભારતમાં કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવેલ છે.હાલમાં AADHAR based identity verification માટે IRIS Scan અથવા Fingerprint Scan નો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા વધુ ઝડપી, સચોટ અને સરળ બને તે હેતુથી એડવાન્સ ટેક્નોલોજી આધારિત એન્ડ્રોઇડ મોબાઇલ એપ દ્વારા Face Authentication થી AADHAR based identity verificationની શરૂઆત આજ તા.૧૫/૦૭/૨૦૨૪ ના રોજ માન. નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇના વરદ હસ્તે કરવામાં આવેલ છે. આ નવીન પ્રક્રીયાથી GSK ખાતેના proceeding time માં નોંધાપાત્ર ઘટાડો થશે અને તે થકી અરજદારોને વધુ સારી સેવા પ્રદાન કરી શકાશે.૦૧ જુલાઇ, ૨૦૨૪ ના રોજ GST ની અમલવારીના ૭ વર્ષ પુર્ણ થયેલ છે. રાજ્યની જીએસટીની આવક તેમજ સંલગ્ન બાબતોનો હકીકત લક્ષી અહેવાલ નીચે મુજબ છે.

July-2017માં જીએસટીની અમલવારી થઇ તે સમયે ગુજરાતમાં Active tax payers ની સંખ્યા 5,08,863 હતી જે વધીને July- 2024 માં 11,97,476 થઇ છે. જે taxpayer base માં 135% નો માતબાર વધારો દર્શાવે છે.

વર્ષ ૨૦૧૮-૧૯ માં ગુજરાત રાજ્યને GST પેટે રૂ.૩૨,૦૩૦/- કરોડની આવક થયેલ જે વધીને વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂ. ૬૪,૫૭૬/- કરોડ થયેલ છે. આમ, પાંચ વર્ષના ટૂંકા ગાળામાં રાજ્યની GST ની આવક બમણી થયેલ છે.

રાજ્યકર વિભાગ GST, VAT અને Electricity duty તેમજ Professional tax ના કાયદાની અમલવારી કરે છે. વર્ષ ૨૦૨૨-૨૩ માં રાજ્યકર વિભાગને આ કાયદાઓ હેઠળ કૂલ રૂ.૧,૧૪,૮૬૪/- કરોડની આવક થયેલ જયારે વર્ષ ૨૦૨૩-૨૪ માં આ આવક રૂ. ૧,૨૦,૭૪૧/- કરોડ થયેલ છે.

રીટર્ન ફાઇલીંગમાં ગુજરાત હંમેશા ભારતમાં પ્રથમ ક્રમે રહેલ છે.વર્ષ ૨૦૨૩-૨૪ માં ૯૯.૬% કરદાતાઓએ પોતાના GST પત્રકો ભરેલ છે. જે ગુજરાતના કરદાતાઓની શિસ્તબધ્ધતા દર્શાવે છે.

જીએસટી (GST) સેવા કેન્દ્રો ખાતે ફેસ ઓથેન્ટિકેશનથી આધાર બેઈઝ્ડ આઇડેન્ટિટી વેરીફિકેશનના શુભારંભ પ્રસંગે એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી જે.પી.ગુપ્તા (IAS), ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેકસ સમીર વકીલ (IRS) સહિત જીએસટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com