વૈકુંઠધામ મંદિર બી.આર.ટી.એસ કોરીડોરમાં જોખમી રીતે વાહન ટો કરીને લઇ જતી ક્રેઇનનો ઇન્સ્ટાગ્રામ પર થયેલ વાયરલ વિડિયો :   ક્રેઇનના ચાલક વિરુધ્ધ પોલીસની કાયદેસરની કાર્યવાહી

Spread the love

અમદાવાદ

સોશ્યલ મિડીયામાં વૈકુંઠધામ મંદિર બી.આર.ટી.એસ કોરીડોર અંદર જોખમી રીતે વાહન ટો કરીને લઇ જતી ક્રેઇનનો ઇન્સ્ટાગ્રામ પર વિડીયો વાયરલ થયો હતો. વિડિયો જોતા એક સફેદ કલરની જોખમી રીતે વાહન ટોઇંગ કરી ને જતી ક્રેઇન વૈકુંઠધામ બી.આર.ટી.એસ કોરીડોર માથી પસાર થતી દેખાય છે જે વિડિયોમા Driving in BRTS lane leaning on vehicles and rash driving is this permitted? This incident was captured near Danilimida ના હેડીંગ મારેલુ વંચાય છે. જેથી દાણીલીમડા બીટ ઇન્ચાર્જ અ.હે.કો સુધાકર ફેલસિંહ બ.નં ૯૮૩૫ તેમજ અ.હે.કો રાજેશકુમાર દમણીયાભાઇ બ.નં ૫૮૩૭ને સુચના અને માર્ગદર્શન આપતા તેઓએ ખરાઈ કરતા  વિડિયો તા.૧૫/૦૭/૨૦૨૪ ના કલાક ૧૮/૩૦ થી ૧૯/૦૦ વાગ્યા દરમ્યાનનો હોવાનુ જણાય આવેલ જે ક્રેઇનની ઓળખ કરતા ક્રેઇન “જે “ટ્રાફીક પોલીસ સ્ટેશન હસ્તકની પ્રાઇવેટ ક્રેઇન નં ૧૩ જેનો આર.ટી.ઓ નં GJ-06-PA-0432 નો હોવાનુ અને બનાવ વખતે ડ્રાઇવર તરીકે ઇલમુદ્દીન હસમુદ્દીન શેખ રહે.દાનીશનગર સોસાયટી આઇશા મસ્જીદ બાજુમા જુહાપુરા અમદાવાદ ચલાવી રહેલ હોવાનુ જણાય આવેલ જે પ્રાઈવેટ ક્રેઈન કબ્જે કરી પ્રાઇવેટ ક્રેઇન ૧૩ જેનો આર.ટી.ઓ નં GJ-06-PA-0432 ના ચાલક ઇલમુદ્દીન હસમુદ્દીન શેખ રહે.દાનીશનગર સોસાયટી આઇશા મસ્જીદ બાજુમા જુહાપુરા અમદાવાદ એ ક્રેઇન જોખમી રીતે,બેદરકારીપુર્વક અને ગફલત ભરી રીતે બી.આર.ટી.એસ કોરીડોર અંદર ચલાવી પોલીસ કમિશ્નર અમદાવાદના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય  આ પ્રાઇવેટ ક્રેઇન ૧૩ જેનો આર.ટી.ઓ નં GJ-06-PA- 0432 ના ચાલક વિરૂધ્ધમા “કે”ટ્રાફીક પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં ૧૧૧૯૧૦૬૧૨૪૦૩૯૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૨૨૩ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૧ મુજબ કાયદેસર ગુનો દાખલ કરવામા આવેલ છે આમ સોશ્યલ મિડિયામાં વાયરલ થયેલ વિડિયો અન્વયે ત્વરીત કામગીરી કરવામાં આવેલ છે.અને તમામ નાગરીકોને નમ્રવિનંતી છે કે આવા જોખમી રીતે ડ્રાઇવીંગ કરતા ઇસમોની જાણકારી અમદાવાદ શહેર પોલીસ સુધી પહોચાડે જેથી કાયદેસરની કાર્યવાહી કરી શકાય.

કામગીરી કરનાર પોલીસ કર્મચારી

(૧) હે.કો. સુધાકર ફૂલસિહ બન. ૯૮૩૫

(૨) હે.કો. રાજેશકુમાર દમણીયાભાઇ બ.નં ૫૮૩૭

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com