ગાંધીનગરમાં IAS ઓફિસરની પત્નીને એવું તે કેવું દુઃખ કે ઝેરી દવા ગટગટાવી લીધી, હાલ સારવારમાં…

Spread the love

ગાંધીનગરમાં સેક્ટર-19 ખાતે રહેતા સિનિયર આઈએએસ ઓફિસરની પત્નીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી ને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. આજે સવારે IASઓફિસરની પત્નીને 108 એમ્બ્યુલન્સ દ્વારા બેભાન ગંભીર હાલતમાં લઈ જવામાં આવતા ફરજ પરના તબીબોએ તેમને આઈસીયુમાં દાખલ કર્યા છે. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા સિનિયર આઈએએસ અધિકારી રણજીત તેવરનાં આશરે 45 વર્ષીય પત્ની સુર્યાબેનને ઝેરી દવા પીધેલી હાલતમાં આજે સવારના સવા આઠ વાગ્યાની આસપાસ 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેઓ ઝેરી દવાની વધુ અસર થતાં બેભાન અવસ્થામાં હોવાથી સિવિલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરી સઘન સારવાર આપવામાં આવી આવી રહી છે.

આ અંગે સેકટર-21 પોલીસ મથકના સિનિયર પીઆઈ વી.આર.ખેરે જણાવ્યું કે, સચિવાલય ખાતે ફરજ બજાવતા આઈએએસ અધિકારી રણજીત(રાજેશ) તેવરનાં પત્ની સુર્યાબેનને ઝેરી દવા પીધેલ હાલતમાં 108 એમ્બ્યુલન્સ થકી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેઓની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. સુર્યાબેન સાઉથનાં મદુરાઇ બાજુ રહેતા હોવાની પ્રાથમિક વિગતો મળી છે.

વધુમાં પીઆઈ ખેરે ઉમેર્યું કે, સુર્યાબેન બેભાન અવસ્થામાં હોવાથી પૂછતાંછ થઈ નથી. મામલતદાર અધિકારી સમક્ષ DD લેવાની તજવીજ કરેલી તેઓ આઈસીયુમાં દાખલ હોવાથી નિવેદન બાકી છે. તેમનું નિવેદન લીધા પછી જ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરવાનું ચોક્કસ કારણ જાણવા મળશે. અહીં આઈએએસ અધિકારી એકલા રહે છે. અને તેમના પત્ની સાઉથ મદુરાઇ બાજુ રહેતા હોવાની વિગતો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com