મંદિરોને અગાઉ તિજોરી, મંજીરાથી લઈને તમામ ચીજ વસ્તુઓ મનપા દ્વારા આપી છે ,ત્યારે આ દબાણ સંયુક્ત દબાણ?
Gj -18 ખાતે શહેરમાં આવેલ સરકારી જગ્યા પર બનાવેલા 14 જેટલા મંદિરોને દૂર કરવા તંત્ર દ્વારા હટાવવા કમર કસી છે ,વર્ષોથી પાકા દબાણો હટાવી ન શકનાર તંત્ર હવે મંદિરો નહીં પણ નાની દેરીઓ પર ફોકસ કર્યો છે, ત્યારે શું gJ- 18 ખાતે કાયદેસર મંદિર કેટલા તે તંત્ર બહાર પાડે અને કાયદેસર મસ્જિદ કેટલી તે પણ બહાર પાડે, ત્યારે સંચાલકોને આ નોટિસ ફાળવ્યા બાદ હિન્દુ સંગઠનોમાં હોહા મચી ગઈ છે, આજથી 15 વર્ષ પહેલાં મંદિરો અને પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.તે પછી પાકા દબાણો હટાવવા તંત્ર ક્યારેય સજ્જ થયું નથી ,ત્યારે હવે 16 વર્ષે તંત્ર જાગ્યું છે કે સરકારી જગ્યામાં કેટલાક તત્વો ,બિલ્ડરોનો અને રાજકારણીઓનો આ ખેલ છે, તે પણ ચર્ચાસ્પદ બની છે.
Gj -18 શહેરમાં 14 મંદિરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, મોટાભાગના નાની દેરીઓ છે, ત્યારે સેક્ટર 6 અને 7 ખાતેના મંદિરો પણ આવરી લેવામાં આવ્યા છે ,ત્યારે શહેરમાં મનપાની ગ્રાન્ટ એટલે કે નગરસેવકોની ગ્રાન્ટમાંથી પણ ગેરકાયદેસર મંદિરો નહીં પણ સંસ્થાઓ ખોલીને શેડ નાખવામાં આવ્યા છે, તે બાકાત કેમ? ત્યારે હિન્દુ સમાજના નેતા સુનિલ ત્રિવેદી દ્વારા આ મુદ્દે તંત્રને રોકવામાં આવશે અને જે ; મસ્જિદો બની છે, તેમાં ઇન્દ્રોડા તથા તંત્રએ શાણપટ્ટી કરી છે, દહેગામ થી લઈને Gj -18 જિલ્લામાં હવે દબાણો દૂર કરવા તંત્રએ નિર્ણય લેતા હિન્દુ સમાજમાં ચર્ચા નો વિષય બન્યો છે, તો પછી કાયદેસર મંદિરો ,ટ્રસ્ટો કેટલા? તે લિસ્ટ બહાર પાડો , તેવી પણ માંગણી ઉઠવા પામી છે
Box
મંદિરોમાં મનપાના નગરસેવકો દ્વારા અનેક ચીજ વસ્તુઓ ઉપયોગી તેમની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવી છે ,તો મંદિર ગેરકાયદેસર હોય તો શું કામ ફાળવી ? હવે મનપાના નગરસેવકો મંદિર ,દેરીઓ હટાવવા તંત્ર આવશે તો સામે પડશે કે કેમ?
Gj -18 મંદિરો તોડવાના તંત્રની કવાયત થી હિન્દુ સમાજના આગેવાનો દ્વારા બેઠકો શરૂ ,15 વર્ષ પહેલાં તોડી પાડેલા મંદિરો બાદ હવે ટાર્ગેટ ફરી હિન્દુ મંદિરો કેમ ? મંદિરોમાં ફક્ત વધારે દેરીઓ હોવાની ચર્ચા
શહેરમાં કાયદેસર મંદિરો કેટલા ? તંત્ર દ્વારા પાકા દબાણો હટાવી શકતું નથી અને દેરીઓ હટાવવા નીકળા હોવાની ચર્ચા ચાલી રહી છે.