ભારતમાં દુનિયાનાં દેશો કરતાં સૌથી ઓછો પેટ્રોલનો ભાવ,2014 થી 2024માં 2,32,098 કરોડ એટલે કે 287ટકા વધારો ટેક્સ રિવોલ્યુશનમાં થયો
અમદાવાદ
નાણાકીય વર્ષ 2024-25નાં કેન્દ્રીય બજેટને લઈ કેન્દ્રીય યુનિયનમંત્રી હરદીપસિંહ પુરીએ અમદાવાદનાં સિંધુ ભવન ખાતે આવેલી તાજ સ્કાય લાઈન હોટલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં વિશ્વ લેવલે ભારતની આર્થિક પરિસ્થિતિ, તેમજ દેશના રાજ્યોની આર્થિક પરિસ્થિતિ, અને અગાઉના બજેટ કરતાં આ વખતના બજેટ કઈ રીતે સારા અને યોગ્ય છે. અને આવનારા સમયમાં દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનાવવા માટે સરકાર દ્વારા નક્કી કરાયેલા લક્ષ્યાંકો વિશે માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે આવનારા થોડા વર્ષોમાં અર્થ વ્યવસ્થામાં વિશ્વનાં ત્રીજા સ્થાને પહોંચશે. નરેન્દ્ર મોદી સરકારનું 11 મું અને નિર્મલા સીતારમણનું સાતમું બજેટ આ વખતે બહાર પડ્યું છે. જ્યારે આ સરકારે સત્તા સંભાળી ત્યારે આપણી અર્થ વ્યવસ્થાની હાલત ખરાબ હતી. ભાજપની સરકાર આવ્યા બાદ અર્થ વ્યવસ્થા પહેલાં કરતા દુનિયાની પાંચમી અર્થવ્યવસ્થા પર આપણે પહોંચ્યા છીએ. તેમણે નાણામંત્રીને ટાંકીને કહ્યું કે નિર્મલા સીતારમણે પણ કીધું કે 2027 સુધી દેશની અર્થ વ્યવસ્થામાં વિશ્વનાં ત્રીજા સ્થાન પર ભારત પહોંચી જશે. બજેટથી લોકોને ખૂબ આશા હોય છે. જે રેવન્યુ કલેક્શન અને ખર્ચ હોય છે એ તમામ બાબતોને આધારે બજેટ નક્કી થાય છે. સ્ટોક માર્કેટ, અને લોકોના રીએકશન પર પણ આધાર રાખવામાં આવ્યા છે. જો આગળના બજેટ સારા ન હોત તો આપણે ત્રીજા સ્થાન સુધી આગળ ન વધી રહ્યા હોત. વિપક્ષ પર આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે એમનાં દ્વારા એવી વાત કરવામાં આવે છે જેનાથી સેલ્ફ ગોલ થઈ જાય છે. પેટ્રોલીયમનાં ક્ષેત્રમાં આપણે આગળ વધીએ છીએ. દુનિયાનાં દેશો કરતાં સૌથી ઓછો ભાવ પેટ્રોલનો ભારત દેશમાં છે. શ્રીલંકા બાંગ્લાદેશ સહિતના દેશોમાં ભારત કરતાં 70 થી 80 ટકા વધારે ભાવ અને અમેરિકાને કેનેડામાં 30 થી 40% વધારે ભાવ છે.પૂર્વોદયનાં વિસ્તારોમાં બંગાળ, હિમાચલ, બિહાર બધા રાજ્યો આવે છે ત્યાં પણ પુર માટે કેન્દ્ર સરકાર દ્વારા રાહત ફંડ અપાયું છે. વિપક્ષનો આક્ષેપ હતો કે માત્ર 2 રાજ્યો માટે બજેટ હતું તો બીજા રાજ્યોનાં આંકડા જોઈએ તો ગુજરાતમાં 2004 થી 2014 માં 59981 કરોડ ટેકસ રિવોલ્યુશન હતી અને હવે 2014 થી 2024 માં 2,32,098 કરોડ એટલે કે 287ટકા વધારો ટેક્સ રિવોલ્યુશનમાં થયો છે. આજે શેર માર્કેટ 81 હજાર સુધી પહોંચી ચૂક્યું છે. લોકોની અપેક્ષાઓ હોઈ કે થોડું વધારે મળે પણ એ એક ઓનગોઇંગ પ્રોસેસ છે. SMEનાં કારણે ગુજરાતનાં લોકો નિરાશ છે.લોકોની અપેક્ષાઓને લઈને મંત્રીએ વાત કરતા જણાવ્યું હતું કે પૂર્વોદયમાં બંગાળ, હિમાચલ, બિહાર બધા રાજ્યો આવે છે ત્યાં પણ પુર માટે રાહત ફંડ અપાયું છે. લોકોની અપેક્ષાઓ હોઈ કે થોડું વધારે મળે પણ એ એક ઓનગોઇંગ પ્રોસેસ છે. મુંબઈ નજીક 76000 કરોડનો જે પોર્ટ બનવાનો છે તેમાં દસ લાખ નોકરી મળશે તેવું પ્રધાનમંત્રીએ કહ્યું હતું. MSME ના કારણે ગુજરાતના લોકો નિરાશ જોવા મળે છે તેવા સવાલ પર વિચાર કરશું એવું કહેવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિત યમલ વ્યાસ,યજ્ઞેશ દવે, ઝુબીન આશરાએ પણ વિશેષ હાજરી આપી હતી.