ભરૂચના આમોદમાં રૂપિયા 7.33 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલ માર્ગ 6 જ મહિનામાં ખખડધજ થતા માર્ગની કામગીરીમાં ભ્રસ્ટાચારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
ભરૂચના આમોદના બત્રીસી નાળાથી મુલ્લા તળાવ સુધીના રસ્તાનું રૂ.7.33 કરોડની માતબર રકમથી નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું લોકાર્પણ 6 મહિના પહેલાં જ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. જે રસ્તાની મજબૂતી અને ગુણવત્તાની 6 મહિનામાં જ પોલ ખુલ્લી પડી ગઈ છે.
વરસાદના કારણે રસ્તામાં ઠેર ઠેર ગાબડા પડતા લોકોને ફરી જૂના રસ્તાની યાદ આવી ગઈ છે. છ મહિના પહેલાં જ્યારે 7.33 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવનિર્મિત રોડનું જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે ડી.કે.સ્વામીએ કહ્યું હતું કે, આ રસ્તાની મજબૂતી એવી બની છે કે, આવનારાં 25 વર્ષ સુધી રસ્તાને કંઈ નહીં થાય.
જંબુસરના ધારાસભ્યે આ માર્ગને 25 વર્ષ સુધી કઈ નહિ થાય તેવી ગેરંટી આપી હતી. જોકે પેહલા જ વરસાદે માર્ગ પર ઠેર ઠેર ગાબડા અને ધોવાણ થતા વિપક્ષના આક્ષેપો વચ્ચે પ્રજામાં પણ રોષ જોવા મળી રહ્યો છે.