તક મળતાં પુરુષો કે મહિલાઓ લગ્નેત્તર સંબંધો બાંધતા અચકાતા નથી. લગ્ન બહારના સંબંધો પાછળ શારીરિક જરુરિયાતો સંતોષવાનું બની રહેતું હોય છે. જોકે ઘણી વાર બીજા પણ કારણો છે. અહીં વાત કરવી છે લગ્ન બહારના આવા જ એક કિસ્સાની. આ કિસ્સામાં પોલીસ ખાતામાં ટોપના બે અધિકારીઓ એક પુરુષ અને મહિલા લગ્ન બહારના સંબંધો બાંધતા ઝડપાયા છે.
યુપીના આગ્રાના રકાબગંજ પોલીસ સ્ટેશનના લેડી ઈન્સ્પેક્ટરના સત્તાવાર આવાસ પર શનિવારે સાંજે હંગામો થયો હતો. એક મહિલા તેના પરિવાર સાથે મેરઠથી આવી હતી. તેના ઈન્સ્પેક્ટર પતિને ઈન્સ્પેક્ટર રકાબગંજના સત્તાવાર નિવાસસ્થાને પકડ્યો હતો. આ પછી પત્ની તેના પિયરવાળા સાથે મળીને પતિને લેડી ઈન્સપેક્ટરના ઘર બહાર ખેંચી લાવી હતી. પત્નીએ પતિને ખૂબ માર માર્યો હતો. પોલીસ કર્મચારીઓ તેમને બચાવવાને બદલે વીડિયો બનાવતા રહ્યા. ત્રણની ધરપકડ કરવામાં આવી છે. વીડિયો બનાવનાર પોલીસ કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવાનું નક્કી કરાયું છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રકાબગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મહિલા ઈન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનની પાછળના સરકારી મકાનમાં રહે છે તેમની અને અહીંના પોલીસ ઈન્સપેક્ટર વચ્ચે ઈલુ ઈલુ ચાલતું હતું અને અવારનવાર ઘરમાં મળતાં હતા. આ વાતની પત્નીને ખબર પડી જતાં તે પિયરવાળા સાથે દોડી આવી હતી. દરવાજો ખોલતાં તેઓ ઘરમાં પ્રવેશ્યા હતા. લેડી ઈન્સ્પેક્ટર અને એક યુવકને અંદરથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા. એ યુવક પણ ઇન્સ્પેક્ટર હતો. સાળાએ ઈન્સપેક્ટર બનેવીને બનિયાન પકડીને બહાર લાવ્યો હતો અને મેથીપાક આપ્યો હતો.
आगरा की घटना
एक महिला पुलिस इंस्पेक्टर के घर पर एक पुरूष पुलिस इंस्पेक्टर बार-बार आते थे
इंस्पेक्टर साहब की पत्नी को भनक लग गई थी
उसके बाद इंस्पेक्टर साहब की पत्नी ने दोनों को रंगे हाथ पकड़ा और दोनों की खूब धुनाई हुई pic.twitter.com/Eaul4Bbu9P
— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1) August 3, 2024
પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીએ ઈન્સ્પેક્ટરની પત્નીનો સંપર્ક કર્યો હતો અને આ પછી તે આગરા દોડી આવી હતી. તેના પતિની કાર ઈન્સ્પેક્ટરના ઘરની બહાર પાર્ક કરેલી હતી. મેરઠથી આવેલી મહિલાનો ભત્રીજો પણ હુમલામા સામેલ હતો.
ઈન્સ્પેક્ટર પવન નગરની પત્નીએ પોલીસને જણાવ્યું કે તેનો પતિ અગાઉ નોઈડામાં પોસ્ટેડ હતો. એક મહિલા ઇન્સ્પેક્ટર પણ ત્યાં તૈનાત હતી. બંને વચ્ચે મિત્રતા બંધાઈ. તે સમજી શકતી નથી કે તેના પતિ શું ઈચ્છે છે. તમે જૂઠું કેમ બોલો છો? પત્નીએ એવો પણ આરોપ લગાવ્યો કે તેનો પતિ ઈન્સ્પેક્ટર પાસેથી મોટી રકમ લેવા માટે પૂરતો લોભી છે.