કેન્દ્ર સરકાર વક્ફ બોર્ડ પર લગામ કસવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સોમવારે વક્ફ બોર્ડ એક્ટ સંશોધન બિલ સંસદમાં રજૂ થઈ શકે છે. છેલ્લા કેટલાય વર્ષોથી વક્ફ બોર્ડ સંબંધિત અનેક સમાચાર સામે આવ્યા હતા. હવે એવા સમાચાર વહેતા થયા છે કે કેન્દ્ર સરકાર વક્ફ બોર્ડના અધિકારો ઓછા કરવાનું વિચાર રહી છે. દરેક સિક્કાના બે પહેલું હોય છે.
એક બાજુ વક્ફ બોર્ડની મનમાનીના ચર્ચા છે તો બીજી બાજુ તેના પેરવીકાર સંશોધન થાય તો આરપારની ચેતવણી ઉચ્ચારી રહ્યા છે. કેટલાક કટ્ટરપંથી મૌલાનાઓ તો એટલું ભડક્યા છે કે જાણે આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં હો. ત્યારે આવામાં એ જાણો કે વક્ફ પ્રોપર્ટી શું હોય છે અને સરકાર પોતાના બિલમાં એવું કયું સંશોધન કરવા જઈ રહી છે જેના કારણે હંગામો મચેલો છે.
ટીઓઆઈના એક રિપોર્ટ મુજબ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વક્ફ એક્ટમાં 40 ફેરફાર પર ચર્ચાઓ થઈ ચૂકી છે. આ સાથે એ પણ કહેવાયું છે કે જો વક્ફ બોર્ડ કોઈ પણ પ્રોપર્ટી પર દાવો કરે તો તેનું ફરજિયાતપણે વેરિફિકેશન થશે. જો કોઈ પણ પ્રોપર્ટી અંગે વક્ફ બોર્ડ અને કોઈ વ્યક્તિ કે સંસ્થા વચ્ચે વિવાદ ચાલતો હોય તો તેનું પણ વેરિફિકેશન કરવામાં આશે. સમગ્ર દેશમાં વક્ફ એક્ટના વિરોધનું કારણ તેની એ કલમ છે જેને લોકો બંધારણ વિરોધી ગણાવી રહ્યા છે. વાત જાણે એમ છે કે વક્ફ એક્ટની કલમ 85 કહે છે કે તેના ચુકાદાને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પણ પડકારી શકાય નહીં.
વક્ફની વાત કરીએ તો આ એક અરબી શબ્દ છે. કોઈ પણ મુસલમાન પોતાની જમીન, મકાન કે કોઈ પણ કિમતી વસ્તુ વક્ફને દાન કરી શકે છે. જે વક્ફની પ્રોપર્ટી બની જાય છે. આગળ વક્ફ પ્રોપર્ટીની દેખરેખ અને મેન્ટેનન્સની જવાબદારી સ્થાનિક સ્તરથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી વક્ફ બોર્ડના માણસોની હોય છે. દેશના પહેલા પીએમ નહેરુએ 1954માં વક્ફ એક્ટ બનાવ્યો. 1955માં નવા કાયદાથી દરેક રાજ્યમાં વક્ફ બોર્ડ બનાવવાની મંજૂરી મળી હતી. આજે યુપીથી લઈને તમિલનાડુ સુધી 30 વક્ફ બોર્ડ છે.
વક્ફ બોર્ડ એક્ટની વાત કરીએ તો પહેલા પણ 1995માં અને 2013માં તેના સંશોધન થઈ ચૂક્યા છે. ભારત સરકાર અને રેલવે બાદ વક્ફ બોર્ડ દેશનો ત્રીજો સૌથી મોટો ‘જમીનદાર’ એટલે કે જમીનોનો માલિક છે.
એક અનુમાન મુજબ દેશમાં મુસ્લિમ વક્ફ બોર્ડ પાસે 8 લાખથી વધુ પ્રોપર્ટી છે. વક્ફ સંપત્તિઓ સંબંધિત દાવાને લઈને દેશમાં લગભગ દરેક રાજ્યમાં વિવાદની સ્થિતિ છે.
વાત જાણે એમ છે કે વક્ફ બોર્ડને હાલ જે અધિકાર મળેલા છે તે મુજબ તે કોઈ પણ સંપત્તિની તપાસ કરી શકે છે અને જો કોઈ સંપત્તિ પર પોતાનો દાવો કરી દે તો તેને પલટવો મુશ્કેલ બની જાય છે. વક્ફ એક્ટના સેક્શન 85માં કહેવાયું છે કે બોર્ડના નિર્ણયને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં પડકારી શકાય નહીં. આ પ્રસ્તાવિત સંશોધનનો મુખ્ય હેતુ વક્ફ બોર્ડની શક્તિઓ અને તેના દ્વારા સંપત્તિઓના વર્ગીકરણને નિયંત્રિત કરવાનો છે. સરકારનું કહેવું છે કે સંશોધન બાદ બોર્ડ કોઈ પણ જમીન પર ખોટો દાવો કરી શકશે નહીં આથી ભવિષ્યમાં કદાચ જ એવા જમીન વિવાદ સંલગ્ન કોઈ મામલા ઊભા થાય. કેટલાક મૌલાનાઓ આ વાતનો વિરોધ કરી રહ્યા છે કે ધાર્મિક મુદ્દાઓમાં હસ્તક્ષેપનો હક કોઈને નથી.
અસદુદ્દીન ઓવૈસી અને કેટલાક અન્ય મૌલાનાઓની સાથે સાથે મુસ્લિમ પર્સનલ લો બોર્ડના લોકો પણ વક્ફ બોર્ડ એક્ટમાં સંશોધનની વાત સાંભળીને નારાજ છે. તેમનું કહેવું છે કે આ સંશોધન તેમના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપની કોશિશ છે.
આરોપ છે કે વક્ફ બોર્ડ ખોટી રીતે બીજાની સંપત્તિઓ પર દાવો કરે છે, આવામાં જમીનના અસલ માલિકના માથેથી છત જતી રહે છે અને તેઓ બેઘર થઈ જાય છે. સંશોધનની વાત એટલા માટે છે કે કારણ કે વક્ફ બોર્ડને લઈને બનેલા કેટલાક કાયદાઓ પણ હવે સવાલના ઘેરામાં છે. ગત વર્ષ ફેબ્રુઆરી 2023માં અલ્પસંખ્યક મામલાઓ સંલગ્ન મંત્રાલયે લોકસભામાં નિવેદન આપ્યું હતું કે મુસ્લિમોની સંસ્થા વક્ફ બોર્ડ પાસે ડિસેમ્બર 2022 સુધીમાં કુલ 8,65,646 અચલ સંપત્તિ હતી.
હાલમાં કેટલાક વર્ષોમાં વક્ફ બોર્ડની સંપત્તિના દાવાઓને લઈને અનેક વિવાદ થયા છે. હવે અનેક રાજ્યોમાં વક્ફ બોર્ડો પર એવો આરોપ લાગ્યો છે કે તેઓ ખોટી રીતે સરકાર કે અન્ય સંપત્તિઓ પર પોતાના દાવા જતાવે છે. જે યોગ્ય નથી. આવામાં અનેક મામલાઓની સુનાવણી કોર્ટમાં ચાલુ છે.
તમિલનાડુ વક્ફ બોર્ડે 2023માં એક સમગ્ર ગામ પર જ પોતાનો માલિકી હક જતાવી દીધો હતો. બોર્ડે રાજ્યના 18 ગામોમાં 389 એકર જમીનના પોતે માલિક હોવાનો દાવો કર્યો હતો. તેમણે એ પણ કહ્યું હતું કે વક્ફ બોર્ડની મંજૂરી વગર ગામવાળા પોતાની જમીન વેચી શકશે નહીં. તેમણે પોતાની જમીન વેચવા માટે વક્ફ બોર્ડ પાસેથી NOC લેવું પડશે. કાવેરી નદી કિનારે વસેલા ગામ તિરુચેન્થરાઈ ગામમાં 1500 વર્ષ જૂનું સુંદરેશ્વર મંદિર પણ. આવામાં ગામવાળા ચોંકી ગયા હતા કે વક્ફ બોર્ડ તેમના આખા ગામ પર દાવો કેવી રીતે કરી શકે. જ્યારે 2022માં તેલંગણામાં પણ એક મસ્જિદની પ્રોપર્ટીને લઈને આવો જ વિવાદ સામે આવ્યો હતો.
આમ તો વક્ફ પ્રોપર્ટીનો વિવાદ આઝાદી મળી તે પહેલા લંડન સુધી પહોંચ્યો હતો. ત્યાં ચાર જજોની બેન્ચે વક્ફને જ ગેરકાયદેસર ઠેરવી દીધુ હતું. જો કે ત્યારેતે નિર્ણયને બ્રિટિશ ભારતની સરકારે માન્યો નહતો. મુસલમાન વક્ફ વેલિડેટિંગ એક્ટ 1913 લાવીને વક્ફ બોર્ડને બચાવવામાં આવ્યું હતું. યુપીમાં પણ જ્યારે વક્ફ બોર્ડે મોટા પાયે સંપત્તિઓ પર દાવો જતાવ્યો તો બબાલ મચી હતી. યોગી સરકારે તરત આદેશ બહાર પાડતા વક્ફ બોર્ડની તમામ સંપત્તિઓની તપાસ કરાવી આગળ જઈને વાત અલાહાબાદ હાઈકોર્ટ સુધી પહોંચી.
ગત વર્ષે તો વક્ફ પ્રોપર્ટી વિવાદ એટલો વકર્યો હતો કે ભાજપના એમએલએ હરનાથ સિંહ યાદવે એક અંગત વિધેયક રજૂ કરીને વક્ફ બોર્ડ એક્ટ 1995ને રદ કરવાની પણ ભલામણ કરી દીધી. તેમનું કહેવું હતું કે આ લોકતંત્રની વિરુદ્ધ છે , આવામાં દેશહિત માટે તેને ખતમ કરવો જોઈએ.