ગુજરાતમાં વકફ બોર્ડની મિલકતોનો ચોંકાવનારો આંકડો,.. સૌથી વધુ અમદાવાદમાં

Spread the love

દેશભરમાં ફરી એકવાર વકફ બોર્ડને મળેલા અધિકાર અને એની હસ્તકની મિલકતોનો મામલો ચગ્યો છે, કારણ કે મોદી સરકાર વકફ બોર્ડ એક્ટમાં ફેરફાર લાવવા જઈ રહી છે. આ માટે સરકારે પહેલું પગલું પણ ભરી લીધું, એટલે કે કેન્દ્રીય કેબિનેટે વકફ બોર્ડ એક્ટમાં લગભગ 40 ફેરફારને લીલીઝંડી આપી દીધી છે. એવું કહેવાય છે કે સરકાર વકફ બોર્ડ એક્ટમાં જે રીતે ફેરફાર લાવી રહી છે એના કારણે કોઈપણ સંપત્તિને ‘વકફ સંપત્તિ’ બનાવવાની વકફ બોર્ડની શક્તિઓ પર કાતર ફરી જશે.

ગુજરાતમાં આવી મિલકતોની સંખ્યા 45 હજાર કરતાં પણ વધુ છે, જેમાં સ્થાવર મિલકત 39 હજારથી વધુ છે, જ્યારે બાકીની જંગમ મિલકત છે. ઘણાને કદાચ એ વાતની પણ નવાઈ લાગી શકે કે આ મિલકતની યાદીમાં ફક્ત કબ્રસ્તાન, મસ્જિદ, મદ્રેસા જ નહીં, પરંતુ રહેણાક ઘર, ખેતીલાયક જમીન, દુકાનો, પ્લોટ, તળાવ વગેરેનો સમાવેશ થાય છે. આ મિલકતની કિંમત જો બજારભાવે ગણીએ તો આંકડો કરોડોમાં પહોંચી શકે.

આ રિપોર્ટમાં વાંચો ગુજરાતમાં વકફ બોર્ડ હસ્તક કુલ કેટલી મિલકત છે? આ મિલકતના પ્રકાર શું છે? અને આવી મિલકતો કયા-કયા જિલ્લામાં આવેલી છે? પરંતુ એ પહેલાં વકફ બોર્ડ શું કામ કરે છે એ સમજી લો.

દરેક ધર્મમાં દાન આપવાની પરંપરા રહેલી છે. ઇસ્લામમાં પણ કોઈ વ્યક્તિ જ્યારે ધાર્મિક કાર્ય માટે પોતાની મિલકત આપે તો એ મિલકત વકફ બોર્ડ હેઠળ આવી જાય છે. આ મિલકત સ્થાવર કે જંગમ કોઈપણ પ્રકારે હોઈ શકે, જેની દેખરેખ રાખવાની અને મેનેજમેન્ટ કરવાનું કામ વકફ બોર્ડ કરે છે. દેશના દરેક રાજ્યમાં વકફ બોર્ડ હોય છે. બિહાર અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યમાં સુન્ની અને શિયા વકફ બોર્ડ અલગ છે. સમયાંતરે વકફ બોર્ડ પર એવા પણ આરોપ લાગ્યા કે તેણે ખાનગી મિલકત ઉપરાંત અન્ય ધર્મની સંપત્તિ પર પણ પોતાનો દાવો કર્યો. જોકે વકફ બોર્ડ હંમેશાં આ વાતને ખોટી ઠેરવતું આવ્યું છે.

ગુજરાતમાં વકફ બોર્ડ પાસે 39,940 સ્થાવર મિલકત છે,

જેમાં સૌથી વધુ અમદાવાદમાં 15425, સુરતમાં 8453 અને

ત્યાર બાદ 4163 મિલકત સાથે ભરૂચનો નંબર આવે છે.

વકફ બોર્ડ પાસે ખેતીલાયક પણ હોય છે, જેમાં ગુજરાતનો

ડેટા ઘણો રસપ્રદ છે. વકફ બોર્ડ હસ્તગત હોય એવી સૌથી

વધુ જમીન ભરૂચ જિલ્લામાં આવેલી છે. આ મિલકતની

સંખ્યા 918 છે. (વીઘા કે હેક્ટરમાં નહીં) ત્યાર બાદ સુરતમાં

714, વડોદરામાં 371 અને કચ્છમાં 355 ખેતીલાયક

જમીન છે.

અમદાવાદ અને ભરૂચમાં વકફ બોર્ડ હસ્તગત 7-7 શાળા આવેલી છે. આ ઉપરાંત ધાર્મિક શિક્ષણ આપતા કુલ 19 દારૂલઉલમ છે. સુરતમાં 6, અમદાવાદમાં 4, વડોદરા અને અમરેલીમાં 2-2, જ્યારે ભરૂચ, કચ્છ, પાટણ, ખેડા તેમજ બનાસકાંઠામાં 1-1 દારૂલઉલુમ છે. જ્યારે કુલ 392 મદ્રેસા વકફ બોર્ડ અંતર્ગત આવે છે. એમાં પણ સુરત અને ભરૂચમાં 64-64 મદ્રેસા છે. અમદાવાદમાં 49 અને કચ્છમાં 30 મદ્રેસા વકફ બોર્ડ હસ્તગત છે.

આખા ગુજરાતમાં વકફ બોર્ડ હેઠળ 12,395 રહેણાક મકાનો છે, જેની સૌથી વધુ સંખ્યા અમદાવાદમાં છે. ત્યાર બાદ સુરત, ભરૂચ અને કચ્છનો નંબર આવે છે. આ જિલ્લામાં અનુક્રમે 6451, 3373, 851, 424 રહેણાક મકાનો છે.

વકફ બોર્ડ હસ્તગત સત્તાવાર રીતે ગુજરાતમાં 2235 પ્લોટ છે. આશ્ચર્યજનક રીતે સુરતમાં સૌથી વધુ 700 પ્લોટ વકફ બોર્ડ હસ્તકના છે. ત્યાર બાદ ભરૂચમાં 694 અને વડોદરામાં 293 પ્લોટ છે. ગુજરાતમાં 168 ઇદગાહ વકફ બોર્ડની દેખરેખ હેઠળ છે, જેમાં સૌથી વધુ 101 ઇદગાહ કચ્છમાં આવેલી છે.

વકફ એસેટ્સ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઇન્ડિયા દેશભરમાં પોતાની મિલકતની જાણકારી રાખે છે. WAMSIની વેબસાઇટ પર આપેલી જાણકારી પ્રમાણે વકફ મિલકત સમગ્ર દેશમાં ફેલાયેલી છે, પરંતુ મોટા ભાગનાં રાજ્યોમાં વકફની મિલકતનો પૂરેપૂરો સરવે થયો નથી. વકફ મિલકતનું પણ મોટે પાયે અતિક્રમણ થયું છે.

વકફની જોઈન્ટ પાર્લમેન્ટરી કમિટીએ 23 ઓક્ટોબર, 2008ના રોજ સંસદમાં અહેવાલ સુપરત કર્યો હતો, જેમાં અન્ય ભલામણો સિવાય અંદાજિત રૂ.25 કરોડના ખર્ચે રાજ્ય વકફ બોર્ડના રેકોર્ડનું કોમ્પ્યુટરાઇઝેશન કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ માટે 10 કરોડ રૂપિયાની પ્રારંભિક ટોકન ગ્રાન્ટ વડાપ્રધાન દ્વારા મંજૂર કરવામાં આવી હતી. WAMSIની વેબસાઇટ પર વકફ બોર્ડ હસ્તગત હોય એવી મિલકતોની યાદી, તેનું સરનામું, મિલકતનો પ્રકાર અને કેટલીક મિલકતોની અંદાજિત કિંમત પણ લખવામાં આવી છે. જોકે આ વેબસાઈટ પર ગુજરાતનો ડેટા 26 જિલ્લા પ્રમાણે છે, એટલે કે 2013માં ગુજરાતમાં નવા 7 જિલ્લા ઉમેરાયા, પણ તેનો ડેટા અલગ પાડવામાં આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com