અમદાવાદ
તા.૦૫/૦૮/૨૦૨૪ ના કલાક ૨૧/૪૫ વાગે અમદાવાદ ગીતામંદીર ચાર રસ્તથી જમાલપુર ચાર રસ્તા તરફ જતા રોડ ઉપર શારદા એન્ટરપ્રાઇઝ સામે ગાંજાનો જથ્થો આપ-લે કરતી વખતે (૧) નીતાબેન D/O ઇશ્વરભાઈ સોલંકી ઉવ.૪૧ રહે. મ.નં.૧૨, શક્તિ સુંદરમનગર, મહેતા ફાર્મની બાજુમાં, શાહવાડી, નારોલ, અમદાવાદ શહેર (૨) ઉર્મિલાબેન D/O જશવંતભાઇ પરમાર ઉવ.૪૭ રહે. ગામ-કણજરી, રોહીતવાસ, તા.કડી, જી.મહેસાણાને (૧) ગે.કા. ગાંજાનો જથ્થો નેટ વજન ૧૫.૬૫૦/- કિ.ગ્રા. કિ.રૂ.૧,૫૬,૫૦૦/- (૨) રોકડા રૂ.૧૫,૨૦૦/- (૩) મો.ફોન નંગ-૦૨ કિ.રૂ.૫,૫૦૦/- (૪) બેગ કિ.રૂ.૫૦૦/- (૫) ૭ પાર્સલમાં સેલોટેપ વિંટાળેલ આવરણ નંગ-૭ કુલ કિ.રૂ.૧,૭૭,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.પકડાયેલ મહિલા ઉર્મિલાબેન D/O જશવંતભાઇ પરમાર ગે.કા. ગાંજાનો વેપાર ધંધો કરે છે. જેઓએ નીતાબેન સોલંકીને મહારાષ્ટ્ર, નંદુરબાર ખાતે ગાંજો લેવા મોકલેલ. નીતાબેન નંદુરબાર ખાતે કપીલ નામની વ્યક્તિ પાસેથી ગાંજાનો જથ્થો લઇ એસ.ટી. બસ મારફતે અમદાવાદ ખાતે આવતા ઉર્મિલાબેન આ ગાંજાનો જથ્થો લેવા આવતા તેઓ બંન્નેને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.