જોઈએ છે… ૭ ફુટની મૅરી ટેમારાને બૉયફ્રેન્ડ જોઈએ છે. યુવક તેના જેટલો લાંબો નહીં હોય તોય ચાલશે. હા, એક શરત છે કે એ યુવાન આત્મવિશ્વાસુ, દયાળુ અને સારો માણસ હોવો જોઈએ. ન્યુ યૉર્કમાં જન્મેલી ૩૦ વર્ષની મૅરી ટેમારાને કદાચ નામથી કોઈ નહીં ઓળખતું હોય, પણ તેની હાઇટને લીધે તેને ઘણા ઓળખતા હશે. ૭ ફુટની આ સુંદરી સોશ્યલ મીડિયા પર કન્ટેન્ટ ક્રીએટર છે અને એના થકી તે મહિને ૬ કરોડ રૂપિયા કમાઈ લે છે!
સ્કૂલમાં ભણતી ત્યારે લાંબા કદને કારણે તેને મહેણાંટોણાં સાંભળવાં પડતાં હતાં પરંતુ અત્યારે એ જ હાઇટ તેને પ્રસિદ્ધિની ઊંચાઈએ લઈ ગઈ છે. મૅરીએ અઢળક કમાણી પછી માતાપિતાને વય પહેલાં નિવૃત્ત થઈ જવા કહી દીધું છે અને આખા પરિવારને એક છત નીચે લઈ આવી છે. જોકે અંતરંગ પળો અને હૂંફની ખોટ તેને સાલતી રહે છે. તેને આત્મવિશ્વાસથી ભરપૂર હોય એવો દયાળુ બૉયફ્રેન્ડ જોઈએ છે. તમારા ધ્યાનમાં કોઈ હોય તો માગું નાખી જોજો…