અમદાવાદની યુવતીને તેનો પ્રેમી ચારેક મહિના પહેલા ભગાડીને રાજકોટ લઈ આવ્યો હતો. જે બાદ અહીંના સાધુ વાસવાણી રોડ પર શ્રમજીવી સોસાયટીમાં બન્ને ભાડાના મકાનમાં રહેતા હતા. જ્યાં બ્લીડિંગ થયા બાદ શંકાસ્પદ હાલતમાં મોતથયા બાદ શંકાસ્પદ હાલતમાં મોત થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, અમદાવાદની વતની પ્રગતિ દાતણીયા (21) આજથી ચારેક મહિના પૂર્વે અસારવામાં રહેતા 40 વર્ષીય પરિણીત પ્રેમી મનોજ ડાભી સાથે ઘરેથી ભાગી ગઈ હતી.જે બાદ પ્રગતિ અને મનોજ રાજકોટના સાધુ વાસવાણી રોડ પર શ્રમજીવી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા.
ગઈકાલે સાંજે મનોજે 108ને ફોન કરીને પોતાની પ્રેમિકાને ગુપ્તભાગેથી ખૂબ જ લોહી વહેતુ હોવાથી તે બેભાન થઈ ગઈ હોવાની જાણ કરી હતી. જેથી 108ની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતાં યુવતીનું મોત થયું હોવાનું જાહેર કર્યું હતુ.
જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરીને યુવતીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મનોજ અને પ્રગતિ અમદાવાદમાં કોઈ મંદિરે દાણાં જોવડાવા જતા હતા, જ્યાં બન્ને વચ્ચે પ્રેમ પાંગરતા તેઓ ઘરેથી ભાગીને રાજકોટ આવી ગયા હતા. જે બાદ મનોજની પત્નીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પોતાનો પતિ ઘરમાંથી દાગીના અને રોકડ લઈને ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.