સોશિયલ મીડિયા પર છવાઇ જવા માટે લોકો શું-શું નથી કરતા. કોઈ વિચિત્ર કપડાં પહેરીને રસ્તા પર ફરે છે, તો કોઈ પોતાની ડાન્સિંગ સ્કિલ બતાવે છે… જો કે, હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તે ખૂબ આશ્ચર્યજનક છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા ટુવાલ લપેટીને રસ્તા પર આવે છે અને તેની સાથે ટ્રોલી બેગ પણ દેખાઇ રહી છે, આ બેગમાં તેનો મેક-અપ અને કપડાં છે.
https://www.instagram.com/reel/C7KjnzMPGIs/?igsh=MThxbThmdTV2aWt4bw==
રસ્તા પર આશ્ચર્ય સાથે જોઈ રહેલા લોકો સમજી શકતા નથી કે આ શું થઈ રહ્યું છે ? આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર Ingrid Ohara નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઈનગ્રિડ ટુવાલમાં લપેટેલી જોવા મળે છે. તેની પાસે ટ્રોલી બેગ પણ છે. તેણે પોતાના માથા પર પણ ટોવેલ લપેટી રાખ્યો છે.
બ્લેક ગોગલ્સ પહેરી તે મસ્ત સ્ટાઈલમાં બસ સ્ટેન્ડ પાસે પહોંચે છે અને પછી વાળમાંથી ટુવાલ કાઢી મેકઅપ કરે છે. લોકો આશ્ચર્યમાં પડી જાય છે કે આ મહિલા શું કરી રહી છે? તેઓ સમજી શકતા નથી, તેઓ ફક્ત મહિલાને જોઈ રહ્યા છે.આ પછી તે તેના શરીર પરનું બાથરોબ ખોલી નાખે છે, તેની અંદર તેણે રેડ ડ્રેસ પહેરેલો હોય છે.
આ પછી તે સેન્ડલ પહેરે છે અને માથા પર લાલ દુપટ્ટો બાંધે છે. આ પછી એક લક્ઝરી કાર આવે છે અને તે તેમાં બેસીને ચાલી જાય છે. જણાવી દઇએ કે, ઇનગ્રિડ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, જેને ઈન્સ્ટાગ્રામ પર 1 કરોડ 11 લાખથી વધુ લોકો ફોલો કરે છે. તેના આ વીડિયોને કરોડો લોકો જોઇ ચૂક્યા છે અને લાખો લોકોએ લાઇક કર્યો છે.