અમદાવાદ જિલ્લાના સાબરમતી વિસ્તારમાં 4 કરોડ 73 લાખના ખર્ચે નવનિર્મિત ‘તાલુકા સેવા સદન’નું નિર્માણ
અમદાવાદ
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદ જિલ્લાના સાબરમતી વિસ્તારમાં 4 કરોડ 73 લાખના ખર્ચે નવનિર્મિત ‘તાલુકા સેવા સદન’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે નવનિર્મિત તાલુકા સેવા સદનનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ ગૃહમંત્રીશ્રીએ તાલુકા સેવા સદનના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન, સાબરમતીના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, નારણપુરાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ પટેલ, અમદાવાદના કલેકટર શ્રી પ્રવીણા ડી.કે, અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, અમદાવાદ પશ્ચિમના પ્રાંત અધિકારી શ્રી ઉમંગભાઈ પટેલ, મામલતદાર શ્રી નીલેશભાઈ રબારી તેમજ રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.