દસ વર્ષ પહેલા શુક્રાણુઓની અછતથી ઝઝૂમી રહેલું બ્રિટન આજે અન્ય દેશોમાં વીર્યની નિકાસ કરી રહ્યું છે. તેની પાછળનું મુખ્ય કારણ અહીંનો કાયદો છે, જેમાં એક ડોનરના સ્પર્મનો ઉપયોગ ૧૦થી વધુ પરિવારો કરી શકતા નથી. યારે બ્રિટિશ કંપનીઓ વિદેશમાં શુક્રાણુ કે એગ પ્રદાન કરતી કંપનીઓ પર કોઈ પ્રતિબધં નથી. એક રિપોર્ટમાં તેના જોખમ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે, જેમાં સ્પર્મ ડોનેટ કર્યા બાદ જન્મેલા જૈવિક ભાઈ-બહેનો વચ્ચે ભવિષ્યમાં ભવિષ્યના સંબંધો માટે આશંકા વ્યકત કરવામાં આવી છે.
ફર્ટિલિટી ચેરિટી પ્રોગ્રેસ એયુકેશનલ ટ્રસ્ટના ડિરેકટર સારાહ નોરક્રોસે જણાવ્યું હતું કે, કેટલીક સ્પર્મ બેંકો ૧૦ પરિવારોની મર્યાદા વધારીને ૭૫ કરવી ચિંતાજનક છે. આમાં ઘણા પરિવારો સંબંધો દ્રારા જોડાયેલા છે. દાતાની ઓળખ ગુ રાખવામાં આવે છે, તેથી જૈવિક માતા-પિતાને ઓનલાઈન શોધવાનું શકય નથી. મોન્ટફોર્ડ યુનિવર્સિટીના તબીબી સમાજશાક્રી પ્રોફેસર નિકી હડસને જણાવ્યું હતું કે, સ્પર્મ ડોનેશન સામાન્ય રીતે જરિયાતમદં પરિવાર માટે સારી બાબત માનવામાં આવે છે, પરંતુ તે માત્ર વસ્તી વધારવા અથવા પૈસા કમાવવાનું સાધન ન હોવું જોઈએ.
બ્રિટનમાં શુક્રાણુ અને ઈંડાનું દાન હ્યુમન ફર્ટિલાઇઝેશન એન્ડ એમ્બ્રીયોલોજી ઓથોરિટી (એચએફઈએ) દ્રારા નિયંત્રિત થાય છે. કારણ કે, એચએફઈએ લાઇસન્સ પ્રા કિલનિકસની બહાર સ્પર્મ ડોનેશનની કોઈ દેખરેખ નથી. આવી સ્થિતિમાં, દાતાએ કયા સંજોગોમાં કેટલી વખત સ્પર્મ ડોનેટ કર્યા છે તેનું કોઈ મોનિટરિંગ થતું નથી.
લગભગ દસ વર્ષ પહેલા બ્રિટન પોતે અમેરિકા અને ડેનમાર્કથી સ્પર્મ આયાત કરતો હતો. પરંતુ ૨૦૧૯ અને ૨૦૨૧ ની વચ્ચે બ્રિટને ૭૫૪૨ સ્પર્મની નિકાસ કરી હતી. યુરોપિયન સ્પર્મ બેંક ૯૦ ટકા શુક્રાણુઓની નિકાસ કરે છે. આ ઉપરાંત ઈંડાનું દાન પણ વધ્યું છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે, આ માનવ તસ્કરી જેવું છે