સાતમ આઠમ બગાડશે મેઘો,…ગુજરાતમાં વરસાદની ફરી બે સિસ્ટમ સક્રિય…

Spread the love

બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં ફરીથી જન્માષ્ટમી પર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

હાલ બંગાળની ખાડીમાં બનેલી આ સિસ્ટમ બાંગ્લાદેશ પર છે અને આગામી દિવસોમાં તે આગળ વધીને ગુજરાત પર આવે તેવી સંભાવના દેખાઈ રહી છે.

રાજ્યમાં હાલ વરસાદની બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કચ્છ તથા સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું થઈ ગયું છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હજી પણ વરસાદનું જોર જોવા મળી રહ્યું છે.

સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદ બાદ હાલ ઘણા વિસ્તારોને રાહત મળી છે અને વરાપ જેવી સ્થિતિ દેખાઈ રહી છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં જ્યાં વરસાદ ઓછો છે ત્યાં વરસાદની રાહ જોવાઈ રહી છે.

હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર અને હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે આ અઠવાડિયું આ પ્રકારની સ્થિતિ જ રહેવાની સંભાવના દેખાઈ રહી છે. જે બાદ ગુજરાતમાં ફરીથી વરસાદનું જોર વધે તેવી સંભાવના છે.

હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 25 ઑગસ્ટની આસપાસથી વરસાદનું જોર વધવાની શરૂઆત થશે

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલો લૉ-પ્રેશર એરિયા હાલ બાંગ્લાદેશ પર છે અને જે એક અથવા બે દિવસમાં આગળ વધવાની શરૂઆત કરશે.

જે બાદ આ સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધશે અને ત્યારબાદ ગુજરાત કે રાજસ્થાન પરથી પસાર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જેના કારણે ગુજરાતમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે.

હાલ ગુજરાતમાં વરસાદનું જોર કેટલાક વિસ્તારોમાં સાવ ઘટી ગયું છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે. જ્યાં ફરીથી જન્માષ્ટમીની આસપાસ વરસાદ શરૂ થાય તેવી શક્યતા છે.

હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 25 ઑગસ્ટની આસપાસથી વરસાદનું જોર વધવાની શરૂઆત થશે અને લગભગ પાંચેક દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.

સૌપ્રથમ ગુજરાત રીજનમાં વરસાદનું પ્રમાણ વધશે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વરસાદનું જોર વધવાની શરૂઆત થશે. હાલની સ્થિતિ પ્રમાણે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી લઈને એટલે કે 1 જૂનથી 20 ઑગસ્ટ સુધી સરેરાશ કરતાં 2 ટકા વધારે વરસાદ થયો છે. જેમાં ઘણા જિલ્લાઓમાં હાલ વરસાદની ઘટ વર્તાઈ રહી છે.

હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં 24 જિલ્લાઓમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે એટલે આ જિલ્લાઓના ઘણા વિસ્તારોમાં વરસાદ ઓછો થયો છે.

ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે કેટલાક વિસ્તારોમાં હળવોથી મઘ્યમ પ્રકારનો વરસાદ થઈ રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગ પ્રમાણે આગામી બેથી ત્રણ દિવસોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. વલસાડ તથા નવસારી જિલ્લાના કોઈ વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ કેટલાક વિસ્તારોમાં થવાની સંભાવના છે.

જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હાલ વરસાદનું પ્રમાણ ઓછું રહેશે પરંતુ છુટોછવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

જેમાં ભાવનગર, અમરેલી જિલ્લાના કેટલાક વધારે વિસ્તારોમાં વરસાદ થાય તેવી સંભાવના છે. જ્યારે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી છે. કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે.

હાલની સ્થિતિ પ્રમાણે કચ્છ જિલ્લામાં પણ વરસાદની શક્યતા ખૂબ ઓછી છે, કેટલાક વિસ્તારોમાં વાદળછાયું હવામાન રહેવાની સંભાવના છે પરંતુ વધારે વરસાદની શક્યતા દેખાતી નથી.

હાલ ઉત્તર ભારત તથા એકાદ બે દિવસ બાદ મધ્ય ભારતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે. બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવશે ત્યારે મૉન્સૂન ટ્રફ નીચે આવશે, આ બંને સ્થિતિ અનુકૂળ થયા બાદ રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com