ટુર્નામેન્ટની સેમી ફાઇનલ ૫,૬,૭, સપ્ટેમ્બરના રોજ ગ્રુપ એ ટોપર વિ. ગ્રુપ સી ટોપર તથા ફાઇનલ ૯,૧૦,૧૧ સપ્ટેમ્બર ના રોજ સેમી ફાઇનલ ૧ વિ . સેમી ફાઇનલ ૨ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા ખાતે રમાશે
અમદાવાદ
ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા રીલાયન્સ મેન્સ અન્ડર-૧૯ ઓલ ઈન્ડિયા ઇન્વિટેશન (૩ દિવસ) ટુર્નામેન્ટ ૨૦૨૪-૨૫ ની ૩(ત્રીજી) સિઝન નું આયોજન તારીખ ૨૪/૦૮/૨૦૨૪ થી ૧૧/૦૯/૨૦૨૪ દરમિયાન અમદાવાદ, નડિયાદ અને આણંદ ખાતે કરવામાં આવેલ છે.જેમાં ગુજરાત-૧, ગુજરાત-૨ ઉપરાંત સમગ્ર ભારતમાંથી આમંત્રીત બરોડા, સૌરાષ્ટ્ર, ગોવા, આંધ્રપ્રદેશ, બંગાળ , કેરળ, મુંબઈ, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ, એમ કુલ ૧૨ રાજ્યની ટીમો ભાગ લેશે.આ ટુર્નામેન્ટની સેમી ફાઇનલ ૫,૬,૭, સપ્ટેમ્બરના રોજ ગ્રુપ એ ટોપર વિ. ગ્રુપ સી ટોપર તથા ફાઇનલ ૯,૧૦,૧૧ સપ્ટેમ્બર ના રોજ સેમી ફાઇનલ ૧ વિ . સેમી ફાઇનલ ૨ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા ખાતે રમાશે.