• રોગપ્રતિરક્ષા રસીકરણમાં ૯૦ ટકા સાથે સૌથી સારી કામગીરી ઓરીસ્સા રાજ્યની છે. જ્યારે ગુજરાત ૨૧ ક્રમ સાથે છેવાડાનું રાજ્ય
• ભાજપ શાસનમાં ઉદ્યોગપતિઓ, મળતિયાઓ તંદુરસ્ત થયા છે, ગરીબ-સામાન્ય અને મધ્યમવર્ગની તંદુરસ્તી તકલીફમાં મુકાઈ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી
અમદાવાદ
મોડેલ રાજ્ય નં. ૧ ની દાવા કરતી ભાજપ સરકારમાં ગુજરાત રોગપ્રતિરક્ષા રસીકરણ (ઈમ્યુનાઈઝેશન) ક્ષેત્રે દેશના અન્ય રાજ્યો કરતા અને રાષ્ટ્રીય સરેરાશ કરતા પાછળ છે. ગુજરાતમાં રોગપ્રતિરક્ષા રસીકરણનું કવરેજ ૭૬.૩ ટકા છે. જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ સરેરાશ ૭૬.૪ ટકા છે ત્યારે ભાજપ સરકારની આરોગ્ય ક્ષેત્રેની નિષ્ફળતા પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, એન.એચ.એફ.એસ-૫ ના પરિણામો અનુસાર ૧૨ મહિનાની આયુ ધરાવતા બાળકોની રોગપ્રતિરક્ષા રસીકરણ અંગેના અહેવાલમાં બાળકોને રસીકરણમાં અસમાનતા સાથે DTP3 – ડીપ્થેરીયા, ટીટાનસ, પરટ્યુસીસ રસી અંગેમાં સ્પષ્ટપણે ગુજરાતમાં ૭૬.૩ ટકા જ રોગપ્રતિરક્ષા રસીકરણ કવરેજ જ્યારે દેશમાં ૭૬.૪ ટકા સરેરાશ રોગપ્રતિરક્ષા રસીકરણ એટલે કે ગુજરાત કરતાં વધુ સારુ રોગપ્રતિરક્ષા રસીકરણ સામાજિક ક્ષેત્રમાં જેમનું નબળુ પરિણામ છે તેવા પં.બંગાળ ૮૭.૭ ટકા, જમ્મુ-કાશ્મીર ૮૬.૨ ટકા, રાજસ્થાન ૮૦.૪ ટકા, છત્તીસગઢમાં ૭૯.૭ ટકા અને મધ્ય પ્રદેશ ૭૭.૧૦ રોગ પ્રતિરક્ષા રસીકરણની કામગીરી થયેલ છે. રાષ્ટ્રીય પરિવાર અને કલ્યાણ સર્વે-૫ના અહેવાલમાં રોગપ્રતિરક્ષા રસીકરણમાં ૯૦.૫ ટકા સાથે સૌથી સારી કામગીરી ઓરિસ્સા રાજ્યની છે. જ્યારે ગુજરાત ૨૧મા ક્રમ સાથે છેવાડાનું રાજ્ય આરોગ્ય ક્ષેત્રે જાહેર થયું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૨૭ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ૧૭૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૨૮૨૮ પેટા આરોગ્ય કેન્દ્રની લાંબા સમયથી ઘટ છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૧૮૫, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ૧૬૨, સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ૨૫૬ અને જીલ્લા હોસ્પિટલમાં ૧૭૩ ડોક્ટરોની જગ્યા લાંબા સમથી ખાલી છે. રાજ્યમાં ૩૪૪ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોની ૨૦૬૪ જરૂરિયાતની સામે માત્ર ૨૦૬ ડોક્ટરો ફરજ બજાવે જ્યારે ૧૮૫૮ જેટલી સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. એટલે કે ૯૦ ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે. ભાજપ શાસનમાં ઉદ્યોગપતિઓ, મળતિયાઓ તંદુરસ્ત થયા છે, ગરીબ-સામાન્ય અને મધ્યમવર્ગની તંદુરસ્તી તકલીફમાં મુકાઈ છે. ગતિશીલ, પ્રગતિશીલ અને વાયબ્રન્ટના સૂત્રો આપતી ભાજપ સરકારની નબળી કામગીરીની સીધી અસર ગુજરાતના સામાન્ય-મધ્યમ વર્ગના નાગરિકોના આરોગ્ય પર પડી છે.