અમદાવાદમા પાંચ દિવસમા 26 લાકોએ આપઘાત કર્યો, દર વર્ષે અમદાવાદમા 3280 વ્યકિતઓ આપઘાત કરે છે…

Spread the love

ગુજરાતમાં 18 વર્ષથી ઓછી વયના સગીરમાં આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યુ છે. રાજ્યસભામાં રજૂ કરેલા આંકડા મુજબ દર છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં 25478 લોકોએ આપઘાત કર્યો સગીરે આત્મહત્યા કરે છે. જેમા દર વર્ષે ગુજરાતમાં સરેરાશ 450 સગીર આત્મહત્યા કરે છે.જયારે અમદાવાદમા 3280 વ્યકિતઓ આપઘાત કરે છે. જેમા 60 ટકા મહિલાઓનુ આપઘાતનુ પ્રમાણ જોવા મળ્યુ છે.

સૌથી ચૌકાવનારા આંકડા સગીરવયના બાળકોના છે. સગીરોની આત્મહત્યા પાછળ માનસિક તણાવ મુખ્ય જવાબદાર પરિબળ છે. આ ઉપરાંત પરીક્ષામાં નિષ્ફળ જવાનો ડર. ભણવાનુ દબાણ, સારા માર્ક્સ લાવવાનુ દબાણ, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ, માતાપિતા સાથે ઘટતો સંવાદ, પ્રેમસંબંધમાં નિષ્ફળતા, સહનશક્તિનો અભાવ, માતાપિતા સાથે અણબનાવ, જનરેશન ગેપ સહિતના પરિબળો જવાબદાર છે. જેમા ક્યાંકને ક્યાંક સોસીયલ મિડીયાના કારણે બાળકો આત્મહત્યા કરવા પ્રભાવિત થઈ રહયા છે.

મહત્વનુ છે કે બાળકો અને માતાપિતા વચ્ચે સંવાદ ઘટ્યો છે. જેમા માતાપિતા બાળકોને સમજીને તેમનુ કાઉન્સેલિંગ કરી શકતા નથી અને કિશોરાવસ્થામાં રહેલુ બાળક પોતાની જાતને અસલામત, એકલુ સમજે અને નિરાશા અને હતાશામા ધકેલાતુ જાય છે. પહેલાની તુલનાએ બાળકોમાં સહનશક્તિનું પ્રમાણ પણ ઘટ્યુ છે જેના કારણે તેઓને મનમા વધુ લાગી આવે છે. અને આત્મહત્યા કરવા પ્રેરાય છે. જયારે મહિલાઓમા ડોમેસ્ટીક વાયોલેન્સ, જવાબદારી અને હોર્મોન્સમા આવતા બદલાવના કારણે વધુ ડિપ્રેશનમા આવી જાય છે.. જેના કારણે મહિલાઓમા આપઘાતનુ પ્રમાણ વધ્યુ છે. અમદાવાદમા ચાલુ માસમા 53 આપઘાતના આંકડા સામે આવ્યા છે.. જેમા મહિલાઓમા આપઘાતનુ પ્રમાણ વધારે છે.

અમદાવાદમા પાંચ દિવસમા 26 લાકોએ આપઘાત કર્યો છે. માનસિક, આર્થિક અને સામાજીક સમસ્યાના કારણે ડિપ્રેશનનુ પ્રમાણ વધ્યુ છે. જેના કારણે આપઘાતનુ અંતિમ પગલુ ભરી રહયા છે.. જેથી ચુપચાપ રહેતા અને અચાનક ગુસ્સે થઈ જતા લોકો ડિપ્રેશનની બીમારીથી પિડાતા હોય છે..તેવા લોકોને ઓળખીને તેમને ડિપ્રેશનમાંથી બહાર લાવવાના પ્રયાસ કરીને આપઘાતનુ પ્રમાણ ઘટાડી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com