રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત અનેક
જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના
પગલે મોડીરાત્રે ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદમાં
ભારે વરસાદ શરૂ થયો હતો. ત્રણ વાગ્યાથી વહેલી સવારે
છ વાગ્યા સુધી સતત વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના
પગલે શહેરના મીઠાખળી પરિમલ અને અખબાર નગર
બ્રિજને બંધ કરવો પડ્યો હતો. ભારે વરસાદના પગલે અનેક
વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. શહેરમાં સૌથી વધુ
નરોડા અને મણિનગર વિસ્તારમાં 6 ઇંચ જેટલો વરસાદ
ત્રણ કલાકમાં પડ્યો હતો. પરિમલ અંડરપાસમાં એક ખાનગી
બસ ફસાતા 28 મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા.
સવારથી બપોર સુધીમાં શહેરમાં સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જોકે બપોર બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા 1 કલાકમાં 2 ઇંચ વરસાદ થયો હતો. આમ સવારથી બપોરના 3 વાગ્યા સુધીમાં 7 ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં સિઝનમાં 35 ઇંચ વરસાદની જરૂર હોય છે. જેની સામે આ વર્ષે 28 ઇંચ કરતા વધુ વરસાદ પડી ચૂક્યો છે. તેમા પણ આજે સવારના વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ હવે માત્ર 7 ઇંચ વરસાદની જરૂર રહી છે.