રાજસ્થાન માંથી માતા-પુત્રના સંબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના બુંદીમાં એક પુત્રે જ પોતાની માતા પર દુષ્કર્મ આચર્યું છે. જોકે આ ઘટના અંગે એક મહિલાએ બુંદી ના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
તે ઉપરાંત આ સમગ્ર મામલે બુંદીના પોલીસ સ્ટેશનમાંથી મહિતી જાહેર કરવામાં આવી હતી. હાલમાં, આ પુત્રની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે.
તો 4 ઓગસ્ટના રોજ મામાના ઘરે 52 વર્ષની માતા તેના 28 વર્ષના પુત્ર સાથે ગઈ હતી. ત્યારે મામાના ઘરે પુત્રએ દારૂ પીધો હતો. જે બાદ પુત્રે મોડી રાત્રે પોતાના ઘરે પરત ફરવાનું નક્કી કર્યું હતું. તો પુત્રે તેની માતાને પણ પોતાની સાથે આવવા માટે આહ્વાન કર્યું હતું. પરંતુ તેની માતાએ ત્યારે પુત્ર નશાની હાલતમાં હોવાથી ના પાડી દીધી હતી. પરંતુ બળજબરીપૂર્વક માતાને પુત્ર પોતાની સાથે લઈ ગયો હતો.
ત્યારે મોડી રાત્રે સૂમસામ રસ્તામાં નશામાં ધૂત 28 વર્ષના દીકરાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. અને તેણે એકલતાનો લાભ ઉઠાવીને માતા પર દુષ્કર્મ કર્યું હતું. ત્યારે તેની માતા આ સૂમસામ રસ્તા પર જોરશોરથી બૂમો પાડી રહી હતી. પરંતુ તેના માટે કોઈ રક્ષક બનીને આવ્યું ન હતું. અંતે 28 વર્ષ દીકરાએ 58 વર્ષની માતા સાથે આત્મ કંપાવની નાખે તેવી ઘટનાને અંજામ આપ્યો હતો. તો જ્યારે 58 વર્ષની મહિલા પોતાના ઘરે પહોંચી, ત્યારે તેણે પોતાના પરિવારજનોને આ અંગે જાણ કરી હતી.
પરિવારજનો પણ દીકરાના આ પાપી કૃત્યથી સ્તબ્ધ થઈ ગયા હતાં. જે બાદ પરિવારજનો અને માતા એ પોલીસ સ્ટેશનમાં દીકરા વિરુદ્ધ ફરિયાદ નોંધવી હતી. અને પોલીસ તુરંત આરોપી દીકારીને પકડી પાડ્યા હતો. તે ઉપરાંત આજરોજ તેની વિરુદ્ધ કોર્ટમાં કેસ પણ ચાલ્યો હતો. જેમાં તેને ન્યાયિક હિરાસતમાં મોકવામાં આવ્યો છે. તે ઉપરાંત આ ઘટનાને કારણે સમગ્ર પંથક સહિત દેશ હચમચી ગયો છે.