કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી ત્રણ દિવસની મુલાકાતે અમેરિકા પહોંચી ગયા છે. તેઓ ટેક્સાસના ડલ્લાસમાં ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે ભારતમાં બેરોજગારીની સમસ્યા શા માટે છે તેનો ઉલ્લેખ કર્યો. આ સિવાય તેમણે જણાવ્યું કે તેમના માટે ભગવાનનો અર્થ શું છે.
લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું હતું કે , “ભારતમાં દેવતાનો અર્થ ફક્ત ભગવાન હોતો નથી. ભગવાન એ વ્યક્તિ હોય છે જે અંદર એવો અનુભવ કરે છે તેવી તેની બાહ્ય અભિવ્યક્તિ હોય છે. તેને ભગવાન કહેવામાં આવે છે. આવું જ અમારા રાજકારણમાં હોય છે. પોતાના ઈરાદાઓને બાજુ પર રાખીને લોકો વિશે વિચારવું જોઈએ. લોકો જેવો અનુભવ કરે છે તેવો જ નેતા અભિવ્યક્તિ આપે છે. પોતાના આઇડિયાને ખત્મ કરીને લોકો વિશે વિચારવું જ દેવતા હોવું હોય છે. ભગવાન રામ, બુદ્ધ, મહાત્મા ગાંધી જેવા લીડર્સ આવા જ હતા. ભારતના નેતાઓ અને અમેરિકાના નેતાઓમાં આ જ તફાવત છે.
કોંગ્રેસના સાંસદે ભારતીય રાજકારણને લઇને કહ્યું હતું કે અમારી રાજનીતિની રસપ્રદ વાત એ છે કે તમે તમારા વિચારોને કેવી રીતે દબાવો છો, તમે તમારા ડર, લોભ અથવા મહત્વાકાંક્ષાઓને કેવી રીતે દબાવો છો અને તમે અન્ય લોકોના ડર અને મહત્વાકાંક્ષાઓનું કેવી રીતે અવલોકન કરો છો.
રાહુલ ગાંધીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અંગે તેમની પ્રતિક્રિયા પણ શેર કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું, “જ્યારે પણ તમે નવી ટેક્નોલોજી લાવો છો ત્યારે એવી દલીલ કરવામાં આવે છે કે તે નોકરીઓ છીનવી લેશે. જ્યારે કોમ્પ્યુટર પ્રથમ આવ્યું ત્યારે કહેવામાં આવતું હતું કે તે નોકરીઓ છીનવી લેશે. જ્યારે કેલ્ક્યુલેટર પ્રથમ આવ્યા ત્યારે પણ આવું કહ્યું હતું. જે થાય છે તે એ છે કે આ કેટલાક લોકોની નોકરીઓ છીનવે છે અને પછી તે બીજા લોકોને સોંપી દે છે. મારું એ માનવું નથી કે નોકરીઓ ખત્મ થઇ જશે પરંતુ અલગ અલગ રીતે નોકરીઓ પેદા થશે અને અલગ પ્રકારની સિસ્ટમોને વધુ કે ઓછો લાભ થશે.
રાહુલ ગાંધીના યુએસ પ્રવાસને લઈને ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે રાહુલ અમેરિકાની સત્તાવાર મુલાકાતે નથી આવી રહ્યા, પરંતુ આ દરમિયાન તેઓ યુએસ સંસદ ભવનમાં વિવિધ લોકો સાથે વ્યક્તિગત રીતે વાત કરશે.