ફરી એકવાર US માંથી શિક્ષિકા અને વિદ્યાર્થીને લઈ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જોકે આ પહેલા પણ શિક્ષક અને વિદ્યાર્થીના પાવન સંબંધ પણ લાંછન લગાવતી ઘટનાઓ વિદેશી ધરતી પરથી અનેકવાર આવી છે.
https://x.com/TheFeedskiVids/status/1744844167224705416?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1744844167224705416%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F
તે ઉપરાંત અનેક કિસ્સાઓમાં શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે બંધાયેલા શારીરિક સંબંધોના વીડિયો પણ વાયરલ થયા છે. ત્યારે Missouri માંથી વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે.
Missouri માં આવેલી Laquey High School માં 26 વર્ષની Hailey Clifton-Carmack શિક્ષિકા તરીકે પોતાની ભૂમિકા અદા કરતી હતી. ત્યારે Hailey Clifton-Carmack એ Laquey High School માં બાળકોને ગણિત વિષય ભણાવતી હતી. પરંતુ Hailey Clifton-Carmack વર્ગખંડમાં અર્ઘનગ્ન કપડા પહેરીને આવતી હતી. જેના કારણે વિદ્યાર્થીઓનું ધ્યાન Hailey Clifton-Carmack પર વધારે આકર્ષિત થયું હતું. તે ઉપરાંત શાળા સંચાલકો દ્વારા આ અંગે Hailey Clifton-Carmack ને અનેકવાર ટકોર કરવામાં આવી હતી. તેમ છતાં તેણીના વ્યવહારમાં પરિવર્તન આવ્યું ન હતું. જોકે આ બધી ઘટનાઓ વચ્ચે Hailey Clifton-Carmack એ 16 વર્ષના એક વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
Hailey Clifton-Carmack અને વિદ્યાર્થી વચ્ચે થયેલા સેક્સની જાણ શાળા સંચાલકોને થઈ હતી. ત્યારે તેમણે Hailey Clifton-Carmack ને શાળામાંથી નીકાળી મૂકી હતી. તે ઉપરાંત આ વિદ્યાર્થી સાથે અનેકવાર શિક્ષિકાએ શારીરિક સંબંધ બાંધ્યો હતો. અને જ્યારે Hailey Clifton-Carmack એ વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બાંધતી હતી. ત્યારે અન્ય વિદ્યાર્થીઓ વર્ગખંડની બહાર કોઈ આવી ના જાય તેનું ધ્યાન રાખતા હતાં. જોકે Hailey Clifton-Carmack એ આ આરોપોને શાળા સંચાલકો સામે નકારી કાઢ્યા હતાં. જે બાદ તેણી ટેક્સાસ જતી રહી હતી. બીજી તરફ બે સંતાનની માતા Hailey Clifton-Carmack ના લગ્નજીવનમાં પૂર્ણવિરામ આવી જાય તેવી સ્થિતિ આવી ગઈ હતી.
તે ઉપરાંત Missouri પોલીસે Hailey Clifton-Carmack વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. તે ઉપરાંત તેની ધરપકડ પણ કરી હતી. જોકે આ સમગ્ર મામલો 7 ડિસેમ્બર 2023 ના રોજ સામે આવ્યો હતો. જે બાદ તેની ધકપકડ કરવામાં આવી હતી. ત્યારે આ કેસ સંબંધિત કોર્ટમાં સુનાવણી તાજેતરમાં યોજવામાં આવી હતી. જે અંતર્ગત Hailey Clifton-Carmack ને 4 વર્ષ માટે જેલની સજા ફટકારવામાં આવી છે. જોકે આ કેસમાં ખાસ વાત એ છે કે, 16 વર્ષના વિદ્યાર્થીના પિતાને Hailey Clifton-Carmack અને તેના દીકરા વચ્ચે શારીરિક સંબંધ છે, તે જાણ હતી. તેમ છતાં અવાર-નવાર Hailey Clifton-Carmack ને રોકવામાં આવી ન હતી.