અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૨(મોટેરા-ગાંધીનગર) : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬ સપ્ટેમ્બરના રોજ બપોરે 1:30 વાગે સેકટર-૧ સ્ટેશનથી ૨૦.૮ કિમીની લંબાઈ ધરાવતા કોરિડોરનું ઉદ્ઘાટન કરશે

Spread the love

પ્રોજેકટના ૨૦.૮ કિમી લાંબા કોરિડોર અને 8 સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં મોટેરાથી સેકટર ૧ સુધી ૧૫.૪ કિમી વાયાડકટ અને ૬ સ્ટેશનો (જીએનએલયુ, રાયસણ, રદિસણ, ધોળકુવા સર્કલ, ઇન્ફોસિટી અને સેકટર ૧) તેમજ ૨ સ્ટેશનો (પીડીઈયુ અને ગિફ્ટ સિટી) સાથે ૫.૪ કિમી ગિફટ સિટી લિક લાઇનનો સમાવેશ :પ્રોજેક્ટની કુલ કિંમત રૂ. ૫,૩૮૪.૧૭ કરોડ છે.

અમદાવાદ

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-ર (મોટેરા-ગાંધીનગર), અમદાવાદ મેટ્રો ફેઝ-૧ ના ઉત્તર-દક્ષિણ મેટ્રો કોરિડોરને આગળ વિસ્તારે છે.મુખ્ય લાઈન એ એપીએમસી થી મોટેરા લાઈનનું વિસ્તરણ છે અને મહાત્મા મંદિર સુધી જાય છે. જ્યારે શાખા લાઈન જીએનએલયુ થી શરૂ થઇ ગિફ્ટ સિટી ખાતે પૂર્ણ થાય છે.મેટ્રો રેલ લાઇનની કુલ લંબાઈ ૨૮.૨ કિમી છે, જેમાં ૨૨.૮ કિમી મુખ્ય લાઇન અને ૫.૪ કિમી શાખા લાઇનનો સમાવેશ થાય છે. મુખ્ય લાઇનમાં ૨૦ સ્ટેશન અને શાખા લાઇનમાં ૨ સ્ટેશન નો સમાવેશ થાય છે.પ્રોજેક્ટની કુલ કિંમત રૂ. ૫,૩૮૪.૧૭ કરોડ છે.

પ્રોજેક્ટના ઉદ્ઘાટનની વિગતો

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ સેકટર-૧ સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૨ના ૨૦.૮ કિમીની લંબાઈ ધરાવતા કોરિડોરનું ઉદ્ઘાટન કરશે જે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે.આ પ્રોજેકટના ૨૦.૮ કિમી લાંબા કોરિડોર અને 8 સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં મોટેરાથી સેકટર ૧ સુધી ૧૫.૪ કિમી વાયાડકટ અને ૬ સ્ટેશનો (જીએનએલયુ, રાયસણ, રદિસણ, ધોળકુવા સર્કલ, ઇન્ફોસિટી અને સેકટર ૧) તેમજ ૨ સ્ટેશનો (પીડીઈયુ અને ગિફ્ટ સિટી) સાથે ૫.૪ કિમી ગિફટ સિટી લિક લાઇનનો સમાવેશ થાય છે જેની કિંમત ૩,૨૦૦ કરોડ છે.

અમદાવાદ મેટ્રો ફેઝ-ર અમદાવાદ અને ગાંધીનગર(ટવીન સિટીઝ) વચ્ચેના દૈનિક મુસાફરો માટે વરદાન રૂપ સાબિત થશે તેમજ બે મહાનગરોના મુસાફરો માટે સલામત, કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ પરિવહનના માધ્યમની જરૂરિયાતોને પૂર્ણ કરશે.આ પ્રોજેકટ એક વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટ છે, જેમાં સરળ અને સફળ ઓટોમેટિક ટ્રેન સંચાલન માટે વાયડકટ અને સ્પેશિયલ બ્રિજ, એલિવેટેડ સ્ટેશન બિલ્ડીંગ, બેલાસ્ટ લેસ રેલ ટ્રેક અને આધુનિક રોલિંગ સ્ટોક, સિગ્નલિંગ, ટેલિકોમ, એ.એફ.સી, ટ્રેક્શન/થર્ડ રેલ, લિફટ, એસ્કેલેટર, ઈ.એન્ડ.એમ, ફાયર ફાઇટીંગ સિક્યુરિટી ઇક્વિપમેન્ટ, એન્ટ્રી/એકિઝટ સ્ટ્રક્ચર્સ અને ટ્રેનો અને સ્ટેશનોના સંચાલન માટેની ટીમોને એકીકૃત કરીને સમાવેશ કરવામાં આવેલ છે.તમામ સ્ટેશનો યોગ્ય રેમ્પ, લિફ્ટ, ટેક્ટાઇલ (ચેતવણી અને દિશાત્મક) તથા દિવ્યાંગો સહિત તમામ મુસાફરોની સલામત અને આરામદાયક મુસાફરી માટે સુસંગત ધોરણો અનુસાર તૈયાર કરવામાં આવ્યા છે.દરેક સ્ટેશન ૧૪૦ મીટર લંબાઈ, ૨૦.૫ મીટર પહોળાઈ, ૨૦-૨૫ મીટર ઊંચાઈ તથા ૫,૩૪૦ ચોરસ મીટર બિલ્ટઅપ એરિયા ધરાવે છે, જેમાં એન્ટ્રી-એકઝીટનો પણ સમાવેશ થાય છે.દરેક સ્ટેશનમાં મુસાફરોની સરળતા માટે રસ્તાની બંને બાજુએ ૨ એન્ટ્રી/એકઝીટ છે જ્યાં ૪ લિફ્ટ અને ૪ એસ્કેલેટર્સની જોગવાઈ છે.બાંધકામના તબક્કા દરમિયાન પ્રોજેકટ ડિઝાઇન અને અમલીકરણ માટે લગભગ ૫,૦૦૦ વ્યક્તિઓની ડાયરેકટ અને ૧૦,૦૦૦ ઈનડાયરેકટ માનવશક્તિ કાર્યરત હતી. વધુમાં, ઓપરેશનના તબક્કા દરમિયાન લગભગ ૧,૫૦૦ કર્મચારીઓને રોજગાર પૂરો પાડવામાં આવશે.

પ્રોજેકટની મુખ્ય વિશેષતાઓ

બાંધકામ કાર્યના વિવિધ તબક્કાઓ

જમીનની તપાસ / ચકાસણી, ડી.ડી.સી. દ્વારા ડિઝાઇનની કામગીરી,યુટિલિટી આઇડેન્ટીફિકેશન્ટ (પાણી પુરવઠા લાઇન, ગેસ લાઇન, સીવર/ડ્રેનેજ લાઇન, પાવર લાઇન, સ્ટોર્મ વોટર લાઇન વિગેરે)યુટીલીટી સ્થળાંતર પાઇલ ફાઉન્ડેશન,પાઇલ કેપ,પિયર,પિયર કેપ,બેરિંગ્સ,ગર્ડર્સ (બોકક્સ ગર્ડર, આઇ ગર્ડર અને સ્ટીલ ગર્ડર),ડેક સ્લેબ,પેરાપેટ,ટ્રેકારેલ થર્ડ રેલ , સિગ્નલિંગ,ટેલિકોમ,એ.એફ.સી.

સ્ટેશનની વિશેષતાઓ

સ્ટેશનની ડિઝાઇનમાં આબોહવા, પ્રકાશ અને હવાની અવરજવરને ધ્યાનમાં લેવામાં આવી છે. સ્ટેશનમાં ૩ લેવલ છે, જેમ કે, સ્ટ્રીટ લેવલ, વચ્ચે કોનકોર્સ લેવલ અને સૌથી ઉપર પ્લેટફોર્મ લેવલ આવેલ છે.

કોનકોર્સ લેવલ

સ્ટેશન કોનકોર્સ પર પેઇડ અને અનપેઇડ વિસ્તાર અલગ કરવામાં આવ્યા છે. મુસાફરો અનપેઇડ વિસ્તારમાંથી ટિકિટ ખરીદે છે અને પેઇડ વિસ્તારમાં પ્રવેશે છે જ્યાંથી તેઓ પ્લેટફોર્મ પર જઈ અને ટ્રેનમાં ચડી શકે છે. ટિકિટ ઓફિસ, સિસ્ટમ રૂમ, સ્ટેશન કંટ્રોલ રૂમ અને શૌચાલયો કોનકોર્સ લેવલ પર બનાવવામાં આવ્યા છે.મુસાફરોની સલામતી માટે ઈમરજન્સી ટેલિફોન, પબ્લિક એડ્રેસ સિસ્ટમ (PAS), પેસેન્જર્સ ઇન્ફોર્મેશન ડિસ્પ્લે સિસ્ટમ (PIDS) વગેરે સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ છે.

દિવ્યાંગો માટે સુવિધા

દિવ્યાંગો માટે ખાસ રેમ્પ અને વ્હીલચેરની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સિવાય નેશનલ બિલ્ડીંગ કોડ (NBC)ની ગાઈડલાઈન્સ મુજબ ટેટાઈલ ફ્લોરિંગ, લો હાઈટ ટિકિટ કાઉન્ટર, બ્રેઇલ કોલ બટન તેમજ લિફ્ટ અને રેસ્ટરૂમમાં હેન્ડરેલની સુવિધા પૂરી પાડવામાં આવેલ છે.

મુખ્ય બાંધકામ કાર્ય

મેટ્રો સ્ટેશન રોડની મધ્યમાં પિયરની એક જ હરોળ પર આધારભૂત અત્યાધુનિક પ્રિકાસ્ટ પ્રી-સ્ટ્રેસ્ડ સુપરસ્ટ્રક્ચર સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આનાથી બાંધકામ દરમિયાન રોડની ઉપયોગીતાના વ્યયને માત્ર ઘટાડ્યો જ નથી, પરંતુ બાંધકામની ગતિ અને ગુણવત્તામાં પણ સુધારો કર્યો છે.વાયાડકટ પણ પ્રિકાસ્ટ પિયર આર્મ્સ અને પ્રિકાસ્ટ યુ.ગર્ડર્સનો ઉપયોગ કરીને ખાસ તકનીકો સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેથી રોડ પર ઓછામાં ઓછો વિસ્તાર ઉપયોગ થાય અને વધુ સારી ગુણવત્તા તેમજ ઝડપ સુનિશ્ચિત થાય.

એકસ્ટ્રા-ડોઝ બ્રિજ:

અમદાવાદને ગાંધીનગર સાથે જોડતી નર્મદા કેનાલ પર ૧૪૫ મીટર સેન્ટ્રલ સપન ધરાવતો ૩૦૩ મીટર લાંબો કેબલ-સ્ટે એકસ્ટ્રા-ડોઝ બ્રિજ એ એક એન્જિનિયરિંગ સિદ્ધિ છે, જે મેટ્રો પરનો ભારતનો સૌથી લાંબો એકસ્ટ્રા-ડોઝ કેબલ-સ્ટે બ્રિજ છે.

સાબરમતી બ્રિજ:

સાબરમતી નદી પર ૯૬૦ મીટર લાંબો પુલ (૨૩ ગાળા, ૪૧.૮ મીટર), જે ઓટો લોન્ચિંગ તકનીકનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. જે ગાંધીનગર અને અમદાવાદને ગિફ્ટ સિટી સાથે જોડે છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com