જીસીએસ હોસ્પિટલમાં, 24 વર્ષીય જુવાન યુવતી અંકિતાનું સિવિયર માયોકાર્ડાઇટિસ અને ડાઈલેટેડ કાર્ડિયોમાયોપેથીના જટિલ રોગ દરમિયાન 8 વખત હૃદય બંધ થઈ જવા છતાં સફળ સારવાર

Spread the love

યુવતીનું હૃદય માત્ર 20%થી 30% જેટલું જ પમ્પીંગ કરી રહ્યું હતું.દરમિયાન, હૃદયના ડાબકારા અનિયમિત બની ગયા…….

અમદાવાદ

જીસીએસ હોસ્પિટલમાં 24 વર્ષીય યુવતી અંકિતા દેવી , જેને સિવિયર માયોકાર્ડાઇટિસ અને ડાઈલેટેડ કાર્ડિયોમાયોપેથીના જટિલ રોગ સાથે 8 વખત હૃદય બંધ થયું હોવા જેવી સ્થિતિની સારવાર આપી. અને આજે સંપૂર્ણ સ્વસ્થ થઇ ને પોતાના 7 મહિનાનાં બાળકને મળી.ઉત્તરપ્રદેશના રાયબરેલી ની રહેવાશી અંકિતાદેવી અમદાવાદમાં કામ સંદર્ભે 7 મહિનાના બાળકને લઈને થોડા ક જ મહિના પહેલા આવી હતી.અંકિતાદેવી જ્યારે હોસ્પિટલમાં આવી ત્યાર પહેલા તેને તાવ, શરદી અને ખાંસીની દવા ચાલુ હતી. તે સાથે જ શ્વાશ ચઢવાની તકલીફ અને પગમાં સોજાની સમસ્યા હતી. તેને અત્યંત ગંભીર સ્થિતિમાં જીસીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.જીસીએસ હોસ્પિટલના મેડિસિન વિભાગના ડૉ. વિપુલ પ્રજાપતિએ તપાસ કરી અને તેમને આઈસીયુમાં દાખલ કરાવી. ડૉ. ભાવેશ શાહ (ઇન્ટેન્સટીવિસ્ટ) ના માર્ગદર્શન હેઠળ, તેને વેન્ટિલેટર અને વધુ જરૂરી અગ્રેસિવ સારવાર શરૂ કરવામાં આવી. આઈસીયુમાં જરૂરી તપાસ અને ઈકો કાર્ડીઓગ્રામ કરવાથી જણાયું કે યુવતીનું હૃદય માત્ર 20%થી 30% જેટલું જ પમ્પીંગ કરી રહ્યું હતું.દરમિયાન, હૃદયના ડાબકારા અનિયમિત બની ગયા, જેના લીધે ડૉ. રૂપેશ સિંગલ (કાર્ડીઓલોજીસ્ટ)ના માર્ગદર્શન હેઠળ દવાઓ આપવામાં આવી. સારવાર દરમિયાન, રોગની ગંભીરતાના કારણે દર્દીને (VT) વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડીયા (એક પ્રકારનો કાર્ડિયાક અરેસ્ટ ) ના લગભગ 8 વખત હુમલા આવ્યા હતા જેના માટે યુવતીને DC SHOCK ટ્રીટમેન્ટ દર વખતે આપવામાં આવી. આ દરમિયાન ઇકો કાર્ડીઓગ્રામ દ્વારા જાણ થયું કે હૃદયનું પંપિંગ 10% થી 12% જ કરી રહ્યું હતું.

ડૉ. ભાવેશ શાહ કહે છે કે વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડીયા, હૃદય બંધ થવાના એક પ્રકારનો કાર્ડિયાક અરેસ્ટ છે. જો તાત્કાલિક સારવાર ન મળે તો, દર્દીના જીવ પર ગંભીર ખતરો રહે છે.ત્યાર બાદ, દવાઓની અસરથી હૃદયના ધબકારા ધીરે ધીરે નિયમિત થવા લાગ્યા અને વેન્ટિલેટર પરથી તેમને હટાવવામાં આવ્યા, જ્યારે તેમના હૃદયનું પંપિંગ 40% સુધી સુધરાયું હતું.10 દિવસની સઘન સારવાર બાદ, અંકિતાદેવી ને આઈસ્યુમાંથી વોર્ડમાં ખસેડવામાં આવી.આ દરમિયાન, અંકિતાને શરીરમાં સતત દુખાવાની ફરિયાદ થતી હતી, જેના કારણે ડૉ. વિપુલ પ્રજાપતિ (મેડિસિન વિભાગ ) અને ડૉ. સંકેત મોહાતા (યુરોલોજી વિભાગ) દ્વારા CT સ્કેન કરાવવામાં આવ્યું. તેમાં કિડનીની આસપાસ પરુ હોવાનું જણાયું. DJ સ્ટેન્ટના પ્રોસિજર દ્વારા પરુને સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યું.હવે, અંકિતા સંપૂર્ણપણે સ્વસ્થ છે, અને જીસીએસ હોસ્પિટલની ટીમે (ડૉ. વિપુલ પ્રજાપતિ, ડૉ. ભાવેશ શાહ , ડૉ. રૂપેશ સિંગલ ડૉ. સંકેત મોહાતા) સમયસર અને અસરકારક સારવાર આપી તેની જીંદગી બચાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com