“અમૃત કાલ વિઝન 2047” માં બ્લુ ઈકોનોમી તેમજ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર પ્રસ્તુત વિઝન અને વર્ષ 2070 સુધીમાં “નેટ ઝીરો એમિશન” પ્રાપ્ત કરવા માટેની ભારતની પ્રતિબદ્ધતાનો GCCIના પ્રમુખ સંદીપ એન્જિનિયરનો ઉલ્લેખ
અમદાવાદ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) અને ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC) એ “બ્લુ ઈકોનોમી,” “સસ્ટેનેબલ ડેવલપમેન્ટ” અને “આર્થિક સમૃદ્ધિ” ના મહત્વપૂર્ણ થીમ પર એક સંયુક્ત કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં GCCI ના પ્રમુખ સંદીપ એન્જિનિયરે દેશના તેમજ વિશ્વના સમૃદ્ધ અને સલામત ભવિષ્ય માટે બ્લુ ઈકોનોમી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેઓની “અમૃત કાલ વિઝન 2047” માં બ્લુ ઈકોનોમી તેમજ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર પ્રસ્તુત વિઝન વિશે વાત કરી હતી કે જેમાં આંતરરાષ્ટ્રીય સહયોગની સુવિધા સાથે પોર્ટ સુવિધાઓ વધારવા અને ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટેની વ્યૂહાત્મક પહેલ અંગે હિમાયત કરવામાં આવેલ છે. પ્રમુખશ્રીએ વર્ષ 2070 સુધીમાં “નેટ ઝીરો એમિશન” પ્રાપ્ત કરવા માટેની ભારતની પ્રતિબદ્ધતા નો ઉલ્લેખ કર્યો હતો તેમજ બ્લુ ઈકોનોમીના મિશન ને પરિપૂર્ણ કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર બંનેના સક્રિય અભિગમ પર ભાર મૂક્યો હતો.
ICC ગુજરાત કાઉન્સિલના ચેરમેન પથિક પટવારીએ કાર્યક્રમના મુખ્ય વિષય પર બોલતા મહાસાગરો અને દરિયાઈ સંસાધનોના રક્ષણ માટે મજબૂત આંતરરાષ્ટ્રીય સહકારની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમણે સાગરમાલા પ્રોજેકટ અને પીએમ મત્સ્ય સંપદા યોજના સહિતની વિવિધ પહેલ વિષે ચર્ચા કરી હતી જેનો ઉદ્દેશ્ય ટકાઉ આર્થિક વિકાસ માટે ગુજરાતની દરિયાકાંઠાની સંભાવનાનો લાભ મેળવવાનો છે.આ પ્રસંગે ઉપસ્થિત અતિથિવિશેષ ગતિ શક્તિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડૉ. મનોજ ચૌધરીએ, દેશના ઝડપી પરિવર્તન અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને દરિયાકાંઠાના માળખાગત માળખાને વધારવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેઓએ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્ટેનેબલ પદ્ધતિઓ બાબતે છેલ્લા એક દાયકામાં થયેલા નોંધપાત્ર વિકાસને રેખાંકિત કર્યા હતા.
“બ્લુ ઇકોનોમી સંબંધિત વ્યવસાયની તકો* પરના સત્ર-1 દરમિયાન ઉપસ્થિત વિદ્વાન વક્તા હતા શ્રી મોહમ્મદ દાઉદ સૈત, પ્રમુખ, ભારતીય મરીન ઇન્ગ્રેડિએન્ટ્સ એસોસિએશન, ડૉ. એમ.પી.સુધારકર, પ્રોજેકટ સાયન્ટિસ્ટ ॥, મરીન બાયોટેકનોલોજી વિભાગ, NIOT, સુશ્રી એસ. દેવકી, હતા. ડિરેકટર, એમ.કે.શ્રીનિવાસન અને સિસ્ટમ પ્રા. લિ., શ્રી અંકિત પટેલ, ડિરેકટર અને સીઈઓ, એક્વા ફ્રન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શ્રી નિસાર એફ. મોહમ્મદ, સેક્રેટરી, CLFMA ઓફ ઈન્ડિયા”તાજેતરના સંશોધન અને વાણિજ્યિક રીતે સક્ષમ મહાસાગર તકનીક” પરના સત્ર-2 દરમિયાન ઉપસ્થિત વિદ્વાન વક્તા હતા શ્રી એન.વી. વિનીત કુમાર, વૈજ્ઞાનિક (એફ), ડીપ ઓશન મિશન, એનઆઇઓટી, કેપ્ટન અમરેશ ઝા, વાઇસ પ્રેસિડેન્ટ, કાનૂ શિપિંગ, ભારત અને શ્રી. નીરજ કોહલી, જીએમ. સેલ્સ એન્ડ માર્કેટિંગ, ટાટા કેમિકલ્સ.”મરીન એક્વાકલ્ચર એન્ડ ફિશિંગ” પરના સત્ર-3 દરમિયાન ઉપસ્થિત વિદ્વાન વક્તા હતા ડૉ.એમ. જયંતિ, મુખ્ય વૈજ્ઞાનિક, ICAR-સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રેકિશવોટર એક્વાકલ્ચર, શ્રીમાળી વિનોદ કુમાર, ડેપ્યુટી ડાયરેકટર, પેટા-પ્રાદેશિક વિભાગ, MPEDA, પોરબંદર, શ્રી કેતનભાઈ સુયાણી, પ્રાદેશિક પ્રમુખ, SEAI, શ્રી મોહમ્મદ દાઉદ સૈત, પ્રમુખ, ભારતીય મરીન ઇન્ગ્રેડિએન્ટ્સ એસોસિએશન અને પંકજ અમૃત પાટીલ, વૈજ્ઞાનિક, ICAR”શિપિંગ, પોર્ટ્સ અને મેરીટાઇમ લોજિસ્ટિક્સ” પરના સત્ર-4 દરમિયાન ઉપસ્થિત વિદ્વાન વક્તા હતા શ્રી સમીર જે શાહ,ડિરેકટર, જેબીએસ ગ્રુપ ઓફ કંપનીઝ, શ્રી ગિરીશ થોમસ, જનરલ મેનેજર (ટ્રાફિક), જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી,શ્રી પંકજ સિંધી હતા., હેડ, કોસ્ટલ શિપિંગ યુનિફીડર, શ્રી દેવાંગ જોશી, ડિરેક્ટર, એન્કર કાર્ગો લાઇન્સ અને કેપ્ટન અમરેશ ઝા, વાઇસ પ્રેસિડેન્ટ, કાનૂ શિપિંગ, ઇન્ડિયા.
બ્લુ ઈકોનોમી: પાવર્ડ બાય સ્ટાર્ટઅપ રિવોલ્યુશન’ પરના સત્ર-5 દરમિયાન ઉપસ્થિત વિદ્વાન વક્તા હતા શ્રી હિરણ્યમય મહંતા, સીઇઓ, આઈ-હબ, શ્રી અખિલ મનિસેરી, વાઇસ પ્રેસિડેન્ટ, બિઝનેસ ડેવલપમેન્ટ, EyeRov, શ્રી ઝેવિયર લોરેન્સ,સ્થાપક, ઓડાકુ ઓનલાઈન હતા. સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અને શ્રી ગૌરવ સેઠ, કો.ફાઉન્ડર, પિયરસાઈટ સ્પેસ.
આ પ્રસંગે આભારવિધિ કરતા GCCI ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અપૂર્વ શાહે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો નો આભાર માન્યો હતો તેમજ રાજ્યમાં ટકાઉ અને સમૃદ્ધ આર્થિક વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે GCCI અને ICCની પ્રતિબદ્ધતા નો પુનઃ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે પ્રસ્તુત કાર્યક્રમ રાજ્ય માં વ્યાપાર અને ઉદ્યોગના વિકાસમાટે જરૂરી સસ્ટેનેબલ પદ્ધતિ વિષે જાગૃતિ ઊભી કરવા તેમજ તે બાબતે સહયોગ અને સંવાદ ને ઉત્તેજન આપવા માટેએક મહત્વપૂર્ણ પગલું હતું.