ગુજરાતનું જીજે ૧૮ એટલે કે દરેક પ્રકારના નિયમો, પરીપત્રો, ઠરાવો આદેશો અહીંયાથી થાય પણ આદેશોનું ઉલ્લંઘન કરવામાં વેપારીઓ ભારે શાણા હોય તેમ અહીંયા બેરોકોટક કાયદા નિયમોનો છડેચોક ભંગ થઈ રહ્યો છે ત્યારે કાયદાની ઘુટ્ટી અન્ય માટેહોય તેવું લાગી રહ્યું છે ત્યારે મનપા અÂસ્તત્વમાં આવ્યા બાદ અમુક મોટાભાગના વિસ્તારો હવે ગાંધીનગર મનપામાં આવી ગયા છે. ત્યારે આ વિસ્તારોને આવરી તો લીધા પણ બેરોકટોક ચાલતી ગેરકાયદે હોટલો સામે સકંજા હજુ સુધી કસવામાં આવ્યો નથી ત્યારે કોઈ પ્રકારની ફાયર સેફ્ટી નહીં અને હોય ક્યાંથી ? જમીનમાં લોચા લબાચા હોવાથી અને હોટલ રેસ્ટોરન્ટની મંજૂરી ન મળી હોવા છતાં લાખો રૂપિયાના ભાડે આપીને તગડો નફો કરતી આ જગ્યાઓ પર હવે કલેક્ટરે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
ગાંધીનગર મનપા અંતર્ગત તથા કલેક્ટર અને ગુડા હસ્તક આવતી આ હોટલોમાં મોટા ભાગની ગેરકાયદેસર કોઈ જ મંજૂરી વગર ચાલતી હોવાનું સૂત્રો જણાવે છે ત્યારે રોડ રસ્તા પર પા‹કગ કરવાથી ઘણીવાર અડચણના કારણે એÂક્સડેન્ટના બનાવો બનવા પામી રહ્યાં છે. ગિફ્ટ સિટી, ઈન્ફોસિટી, શાહપુર ચોકડી, એસજી હાઈવે પર બેરોકટોક ચાલતી આ હોટલો સામે સકંજા કસવાની જરૂર છે ત્યારે હવે આવનારા સમયમાં મનપા શું સ્ટેન્ડ લે છે તે અગત્યનું છે રાજાની કુંવરીની જેમ રાત્રે ના ખુલે ેતેટલી દિવસે હોટલો રેસ્ટોરન્ટ ખુલવા પામી છે. ત્યારે તંત્ર હવે કડક હાથે કામ લેવાની જરૂર છે. બાકી ગ્રીનસિટી એવી વૃક્ષોની નગરી પોતે ખાણી પીણી રેસ્ટોરન્ટની નગરી બની જાય અને ખાસ નિયમો કાયદાનું ચુસ્તપણે ગુજરાતના પાટનગરમાં પહેલા થશે તો બીજે થશે જેથી કાયદાનું પાલન કરાવવા કાયદાનો કોરડો વિંઝવો જરૂરી છે.