‘ટેલેન્ટ નકામી ન થવી જોઈએ’,ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે દલિત વિદ્યાર્થીનીને આઈઆઈટીમાં એડમિશન અપાવ્યું

Spread the love

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની એક હૃદયસ્પર્શી માનવતા સામે આવી છે. પૈસાને અભાવે ભણી ન શકનાર એક વિદ્યાર્થીનીને મોટી સંસ્થામાં એડમિશન અપાવ્યું હતું.

‘ટેલેન્ટ નકામી ન થવી જોઈએ’, આ ટીપ્પણી સુપ્રીમ કોર્ટે એક દલિત વિદ્યાર્થીનીને આઈઆઈટીમાં એડમિશન અપાવતી વખતે કરી હતી.

હકીકતમાં ઝારખંડના ધનબાદમાં અતુલ કુમાર નામના એક દલિત વિદ્યાર્થી ફીને અભાવે ધનબાદની આઈઆઈટીમાં પ્રવેશ લઈ શક્યો નહોતો. છેલ્લી તારીખે તે ફી ન ભરી શકતાં આઈઆઈટીમાંથી તેનું પત્તુ કપાયું હતું અને આખરે દેશની ટોચની કોર્ટ સુપ્રીમ કોર્ટે તેને ન્યાય અપાવ્યો અને છેલ્લી તારીખ પૂરી થયા બાદ પણ આઈઆઈટીને અતુલ કુમારને એડમિશન આપવો મોટો ઓર્ડર આપ્યો હતો.

દલિત વિદ્યાર્થી અતુલ કુમારને ઝારખંડના ધનબાદની પ્રતિષ્ઠિત IITમાં ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગ બી ટેક કોર્ષમાં પ્રવેશ લેવાનો હતો પરંતુ તેની પાસે 17,500ની ફી નહોતી, તેના મજૂર પિતાએ ફી ભેગી કરવાના ઘણા પ્રયાસો કર્યાં પરંતુ છેલ્લી તારીખ સુધી તેઓ પૈસાની વ્યવસ્થા ન કરી શક્યા અને આ રીતે અતુલ એડમિશન ચૂકી ગયો. આ પછી તેને પિતાએ SC/ST કમિશન, ઝારખંડ અને મદ્રાસ હાઈકોર્ટના ચક્કર લગાવ્યા હતા અને સરવાળે કંઈ ન થતાં સુપ્રીમ કોર્ટનો સંપર્ક સાધ્યો હતો.

સુપ્રીમના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે એવું કહ્યું કે અમે આવા યુવાન પ્રતિભાશાળી છોકરાને દૂર જવાની મંજૂરી ન આપી શકીએ, તેનું ભવિષ્ય અંધકારમય ન બનાવી શકીએ. તેમણે કહ્યું કે યુવાને ઝારખંડ લીગલ સર્વિસ ઓથોરિટી, ચેન્નાઈ લીગલ સર્વિસ ઓથોરિટીના ધક્કા ખાધા હતા. તેણે દરેક જગ્યાએ ધક્કા ખાધા હતા. અમે આવી ટેલેન્ટને વેડફવા ન દઈએ. આ ટીપ્પણી કરતાં ચીફ જસ્ટિસે આઈઆઈટીને અતુલ કુમારને એડમિશન આપવાનો ઓર્ડર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142 હેઠળ તેની અસાધારણ શક્તિઓનો ઉપયોગ કરીને IIT ધનબાદને અતુલ કુમારને તેના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ BTech કોર્સમાં પ્રવેશ આપવાનું કહ્યું હતું. બંધારણની કલમ 142 સુપ્રીમ કોર્ટને ન્યાયના હિતમાં કોઈપણ આદેશ પસાર કરવાની સત્તા આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com