રાજ્યમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ, વાંચો કયા પડશે વરસાદ….

Spread the love

રાજ્યમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે ક્યાંક ઝાપટા તો ક્યાંક ધમધોકાર વરસી રહ્યો છે. જેના પગલે ખેડૂતો ચિંતમાં મુકાઈ ગયા છે. કારણે પાક કાપણીના સમયએ જ વરસાદે મંડાણ કરતા પાક નુકસાનીની ભીંતિ સેવી રહ્યાં છે. જો કે, હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, 2 અને 3 ઓક્ટોમબરે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જેમ કે નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમા તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

જ્યારે 4 ઓક્ટોમબરના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીની આગાહી કરવામાં આવી છે જ્યારે અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 5થી 7 ઓકટોમબર સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com