દેખાવડા દિયરના પ્રેમમાં અંધ બનેલી એક ભાભી તેને લઈને ભાગી ગઈ હતી અને પતિને દગો આપ્યો હતો. મધ્યપ્રદેશના છતરપુરમાં બનેલી આ ઘટનાએ બધાને હેરાની કરી મૂક્યાં છે. છતરપુરમાં રહેતી મહિલાને તેનો પતિ ગમતો નહોતો કારણ કે તે સુંદર નહોતો, આથી તે પતિના નાના ભાઈ દિયર સાથે ખેંચાણી હતી અને તેના પ્રેમમાં પડી હતી અને તેને દેખાવડા દિયરથી સારા છોકરાની પણ આશા હતી અને વખત આવ્યે તેણે પોત પણ પ્રકાશ્યું અને દિયરને લઈને ભાગી ગઈ હતી.
મહિલાએ તેના પતિ સમક્ષ તેના ઇરાદાની કબૂલાત પણ કરી હતી અને કહ્યું હતું કે તેણી તેના દિયર સાથે આકર્ષિત થઈ હતી કારણ કે તે વધુ સુંદર છે જોકે ભાગી જવાની વાત કરી નહોતી અને એક દિવસ લાગ મળતાં તે દિયરને લઈને ભાગી ગઈ હતી અને અજાણ્યે ઠેકાણે સંતાઈ ગયાં હતા.
ભાગી ગયા પછી, તેણીએ તેના પતિ અને સાસરિયાઓને ધમકીભર્યા સંદેશા મોકલવાનું શરૂ કર્યું કે તે ‘આત્મહત્યા’ કરશે અને જો તેણીને કોઈ દુર્ઘટના થશે તો તેઓ જવાબદાર રહેશે. હવે બુધવારે પતિ અને તેના પરિવારે મહિલા વિરુદ્ધ છતરપુર એસપીમાં ફરિયાદ નોંધાવ્યા બાદ મામલો સામે આવ્યો હતો. પતિએ કહ્યું કે પત્નીએ ક્યારેક તેને પ્રેમ કર્યો નથી અને ક્યારેક તેના બાળકની મા બનવા તૈયાર નહોતી કારણ કે તે માર નાના ભાઈને સુંદર માની રહી છે અને તેના સુંદર છોકરાની મા બનવા માગે છે.
પતિએ કહ્યું કે અમારા લગ્નને 10 વર્ષ થયાં છે અને લગ્નના દસ વર્ષ અને સંતાન ન થયા પછી, તેણે તેના પતિને કહ્યું કે તેણી તેની સાથે બાળક નથી ઇચ્છતી કારણ કે તે સુંદર નથી પરંતુ તેને બદલે તેનો દિયર વધારે સુંદર છે અને તેનાથી તેને સારું સંતાન મળશે. સુધારવા માટે પતિએ અનેક માનતાઓ માની, ગુરુઓ પાસે પણ લઈ ગયો તેમ છતાં કોઈ ફર્ક પડ્યો નહોતો.
પતિએ તેના પરિવાર સાથે હવે એસપીનો સંપર્ક સાધીને રક્ષણની માગ કરી રહી છે. પતિના કહેવા પ્રમાણે, તેની પત્નીએ માત્ર તેને છોડી દીધો નથી, પરંતુ તે તેને ધમકીભર્યા મેસેજ પણ મોકલી રહી છે. પરિવારનો આરોપ છે કે, તેણીને પોતાનો જીવ લેવાની ધમકી આપતા સંદેશાઓ મોકલતા રહે છે અને તેના માટે તેમને દોષી ઠેરવે છે. તેઓએ કહ્યું કે તેણી જેની સાથે રહેવાનું પસંદ કરે છે તેની સાથે તેમને કોઈ વાંધો નથી, પરંતુ પોલીસ ઈચ્છે છે કે મહિલા તેના પતિને ધમકી આપવાનું બંધ કરે.