ગુજરાતનાં રાજકારણમાંથી એક ખૂબ જ દુ:ખદ સમાચાર આવ્યા છે. ગાંધીનગર દક્ષિણનાં પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું આજે સવારે દુઃખદ નિધન થયું છે.
74 વર્ષના શંભુજી ઠાકોર લાંબા સમયથી બીમાર હતા. માહિતી મુજબ, આજે સવારે તેમના નિવાસસ્થાનથી અંતિમયાત્રા સેક્ટર 30 નાં અંતિમધામ નીકળશે.
જણાવી દઈએ કે, શંભુજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓ પૈકી એક હતા. વર્ષ 2012 અને 2017 માં તેઓ ગાંધીનગર દક્ષિણ, ગુજરાતમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે, વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેમને આરામ આપ્યો હતો અને તેમની જગ્યાએ અલ્પેશ ઠાકોરને જવાબદારી સોંપી હતી. શંભુજી ઠાકોર ગુજરાત વિધાનસભાનાં ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે.