અમદાવાદના ત્રીજા દિવસે વિવિધ ગરબા મહોત્સવોમાં તેમજ શેલાના વીઆઈપી રોડ ખાતે યોજાયેલા માંડવી ગરબામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ

Spread the love

શેલાના વીઆઈપી રોડ ખાતે યોજાયેલા માંડવી ગરબામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ

ઘાટલોડિયા,સોલા, શીલજ, હેબતપુર, શેલા, સિંધુભવન ખાતે વિવિધ ગરબા મહોત્સવમાં હાજરી આપીને મુખ્યમંત્રીએ ખૈલૈયાઓનો ઉત્સાહ વધાર્યો

અમદાવાદ

રાજ્યભરમાં શક્તિ અને આરાધનાનું પર્વ નવલી નવરાત્રિ ઊજવાઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે વિવિધ ગરબા મહોત્સવોમાં ભાવપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.

ત્રીજા નોરતાની 11: 47 રાતે મુખ્યમંત્રી શેલાના વીઆઈપી રોડ ખાતે યોજાયેલા માંડવી ગરબામાં દસ મિનિટ હાજરી આપીને 11 57 વાગે પરત ફર્યા હતા તેમજ ઘાટલોડિયા,સોલા, શીલજ, હેબતપુર, શેલા ખાતે વિવિધ ગરબા મહોત્સવમાં સહભાગી થયા હતા. ઘાટલોડિયાના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે, સોલાની પાર્ક વ્યૂ સોસાયટી ખાતે, હેબતપુરમાં ઢોલકી ગરબા પ્લોટ ખાતે, શીલજના આર્યમાન બંગલો ખાતે, સિંધુભવન રોડ પરના હેરિટેજ ગરબામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગરબા મહોત્સવમાં આયોજકો તેમજ સોસાયટીના રહીશો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીએ ગરબી ખાતે માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ ખેલૈયાઓનું અભિવાદન ઝીલીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ બાળકોને પાસે બોલાવીને સ્નેહ વરસાવ્યો હતો. યુવકોએ મુખ્યમંત્રીશ્રી સમક્ષ રાસ રમઝટ પ્રસ્તુત કરી હતી. વિવિધ સ્થળોએ ગરબા મહોત્સવોમાં સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, એએમસીના પદાધિકારીશ્રીઓ તેમજ સામાજિક-રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.નવલી નવરાત્રિના ત્રીજા નોરતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયા ખાતે ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.ઘાટલોડિયાના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે મુખ્યમંત્રીશ્રીએ માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ખેલૈયાઓનું અભિવાદન ઝીલીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

ઘાટલોડિયાના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રીની સાથે સાથે સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ તથા કે.એન.યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી બીપીનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નવરાત્રિ નિમિત્તે અમદાવાદના વિવિધ વિસ્તારોના ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com